તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણ:વાવાઝોડાને કારણે સુરતમાં વરસાદ સાથે 28 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લક્ષદ્વીપ પાસે લો પ્રેશર ચક્રવાતમાં ફેરવાશે, 16થી 18 વચ્ચે આગાહી

અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ પાસે સક્રિય થયેલું લો પ્રેશર આગામી 24 કલાકમાં ચક્રવાતમાં ફેરવાશે. ચક્રવાત ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ગુજરાતમાં સૌરાષ્ટ્ર તથા પાકિસ્તાનના દરિયાકિનારે ત્રાટકે તેવી સંભાવના હોવાથી તંત્ર એલર્ટ થઇ ગયું છે. ચક્રવાતને લઇ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 16થી 18 મે સુધી વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ત્રણ દિવસોમાં 11થી 28 કિમી પ્રતિકલાકની ઝડપે પવનો ફૂંકાવાની સંભાવના છે. શેરડી, ઉનાળું ડાંગર, મગ જેવા પાકો સાથે કેરીને નુકસાન થવાની શક્યતા છે.

જેથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શેરડીના પાકમાં નુકસાન ઘટાડવા તકેદારીની ખેડૂતોને સૂચના અપાઇ છે. જ્યારે ડાંગર, મગ સહિતના પાકોની કાપણી ચાલી રહી છે તે નુકસાન ઘટાડવા વ્યવસ્થિત સંગ્રહ કરી લેવા કહેવાયું છે. શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 35.9 ડિગ્રી અને લઘુત્તમ 27.2 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...