તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરી એકવાર કોરોના બેકાબૂ:પ્રચારમાં ટોળાશાહીને લીધે 16 દિન બાદ ફરી કોરોના 50ને પાર

સુરત23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક્ટિવ કેસની સંખ્યા 9 દિવસ બાદ ફરીથી 300ની ઉપર

એક તરફ શહેરમાં પાલિકાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થયો છે. અલગ અલગ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટે સભાઓ કરી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે શહેર-જિલ્લામાં ફરીથી કોરોનાના કેસોમાં ધીમી ગતીએ વધારો થઈ રહ્યો છે. શનિવારે શહેરમાં 49 અને જિલ્લામાં 4 કેસ સાથે શહેર જિલ્લામાં ફરીથી કોરોનાના કેસમાં વધારા સાથે પોઝિટિવ કેસની સંખ્યા ફરીથી 50ને પાર થવાની સાથે વધુ 53 કેસ પોઝિટિવ નોંધાયા છે. ગઈ તા.28 જાન્યુઆરીના રોજ 50 કેસ નોંધાયા હતા.

ત્યાર બાદ કેસની સંખ્યા ઘટીને ગઈ તા.8 ફેબ્રુઆરીના રોજ 25 સુધી પહોંચી ગઈ હતી અને એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 259 થઈ ગઈ હતી. જોકે હવે તેમાં ફરીથી વધારો થયો છે અને એક્ટિવ કેસની સંખ્યા પણ શનિવારે 300ને પાર કરી 303 થઈ ગઈ છે. આ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 52950 થઈ ગઈ છે. બીજી તરફ પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે શહેરમાંથી 35 અને જિલ્લામાંથી 2 દર્દીઓ મળી શહેર જિલ્લામાંથી 37 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 51510 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

હીરાવેપારી, ટેક્સટાઈલ વેપારી, સોફ્ટવેર એન્જિનિયર સહિત અનેક સંક્રમિત
શનિવારે શહેરમાં હીરાના વેપારી, ટેક્સટાઈલ વેપારી, સોફ્ટવેર એન્જિનિયર સહિત અનેક સંક્રમિત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 2 ટેક્સટાઈલ વેપારી, વિદ્યાર્થી, હીરા વેપારી, ઈન્સ્યોરન્સ એજન્ટ, વેસ્ટ ઝોનમાં એડ્વોકેટ, ઈસ્ટ ઝોનમાં વિદ્યાર્થી, બ્રોકર, એમ્બ્રોઈડરી કારખાનેદાર, નોર્થ ઝોનમાં એમ્બ્રોઈડરી કારખાનેદાર અને સાઉથ ઝોનમાં સોફ્ટવેર એન્જિનિયરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો