તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા તૂટી:સુરતમાં કોરોનાને કારણે પારસી સમાજે પરંપરાગત અંતિમવિધિની પ્રથા બદલીને અંતિમસંસ્કાર શરૂ કર્યા

સુરત20 દિવસ પહેલા
પારસીઓએ પોતાની વિધિમાં ફેરફાર કર્યો છે.
  • મૃતદેહ પક્ષીઓને હવાલે કરવાની જગ્યાએ અંતિમસંસ્કાર શરૂ કર્યા

કોરોનાને કારણે ઇતિહાસમાં સૌપ્રથમવાર પારસી સમાજે બદલી અંતિમવિધિની " દો ખમે નશીન "પરંપરા થોડા સમય માટે અટકી ગઈ છે. પારસી સમાજમાં સામાન્યપણે અગ્નિસંસ્કારનો રિવાજ નથી. દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી કોમે પણ કોરોનાકાળ જીવનના અંતિમ તબક્કાની પરંપરાને તોડી નાખી છે. પારસી પરંપરા પ્રમાણે તેઓ મૃતદેહોને ચિતા પર સુવડાવી અગ્નિદાહ આપતા નથી, પરંતુ એક ચોક્ક્સ જગ્યાએ કૂવો સ્થાપિત કરી એમાં મૃતદેહને પક્ષીઓને હવાલે કરી દેવામાં આવે છે, પરંતુ હાલના સમયમાં કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવા માટે સમાજ દ્વારા આ પરંપરાનો ભંગ કરી મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે, જે સમગ્ર પારસી સમાજ માટે આઘાતજનક છે.

દુઃખ સાથે પારસીઓએ પરંપરામાં બદલાવ લાવ્યાનું યઝદીભાઈ કરંજિયાએ કહ્યું હતું.
દુઃખ સાથે પારસીઓએ પરંપરામાં બદલાવ લાવ્યાનું યઝદીભાઈ કરંજિયાએ કહ્યું હતું.

દુઃખ છે પણ લોકહિતમાં નિર્ણય લીધો-પારસીઓ
પારસી પંચાયતના ટ્રસ્ટી ડૉ. યઝદી કરંજિયાએ જણાવ્યું હતું કે ઈરાનમાંથી જ્યારે અમે ભારતમાં અને ગુજરાતમાં પગ મૂક્યો ત્યારથી અમારા પૂર્વજોએ સંકલ્પ કર્યો હતો કે આ ધરતીના વિકાસમાં પ્રામાણિકતાપૂર્વક તમામ સહયોગ આપીશું. જેણે અમારું રક્ષણ કર્યું છે તેના હિતમાં ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલી આવી પડે, અમે તેમની પડખે અને તેમની સાથે રહીશું. આજે કોરોનાકાળમાં સરકારે અંતિમક્રિયા કરવા માટેની જે ગાઈડલાઈન્સ આપી છે એને અનુસરી રહ્યા છીએ. ગાઈડલાઈન્સ મુજબ, અમારાં સ્વજનોની અંતિમક્રિયા કરીએ, અમારી ધાર્મિક ક્રિયા કરતાં તદ્દન વિપરીત છે, જેનાથી અમને દુઃખ થાય છે, પરંતુ અત્યારે કોરોનાની સ્થિતિ જોતાં સરકાર જે નિર્ણય લે છે અને એ લોકોના હિતમાં હોય છે, અમે એને સૌથી વધુ પ્રાધાન્ય આપીએ છીએ.

પારસીઓ પોતાના સ્મશાનની વિધિમાં ફેરફાર કર્યો છે.
પારસીઓ પોતાના સ્મશાનની વિધિમાં ફેરફાર કર્યો છે.

આઘાત સાથે નિર્ણય કર્યો છે
પારસી સમાજના એલિસ દારૂવાલા જણાવ્યું હતું કે પારસી પ્રજા હંમેશાં માનવતાના હિતમાં જીવન જીવે છે. અમે સૌનાં સુખમાં સુખી અને સૌનાં દુઃખમાં દુઃખી રહેવાનો અમારો સ્વભાવ છે. આજે અમારા કેટલાંક સ્વજનો કોરોના સંક્રમણને કારણે મોતને ભેટયા છે. એનું ખૂબ દુઃખ છે, પરંતુ એના કરતાં પણ વિશેષ અમારાં સ્વજનોની અંતિમક્રિયા અમે અમારી ધાર્મિક વિધિ પ્રમાણે નથી કરી શકતા એ બાબત પણ અમને આઘાત પહોંચાડે છે. કોઈપણ પરંપરા કે જે અન્યને હાનિ પહોંચાડી શકે એ પરંપરા નિભાવવી યોગ્ય નથી. સમય અને પરિસ્થિતિ મુજબ, ઢળીને આગળ વધવું એ સમયની માગ છે. કોરોના સંક્રમણમાં મૃતદેહને અગ્નિદાહ આપીને એની અંતિમક્રિયા કરવા માટે જે સૂચન કરવામાં આવ્યું છે એને અમે સ્વીકારી રહ્યા છીએ, કારણ કે એ સૌના હિતમાં છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો