પોલિટિકલ:‘PM મોદીના લીધે યુક્રેન યુદ્ધ વખતે 20 હજાર છાત્રોને સલામત લાવી શકાયા’

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • VNSGUમાં વિદેશમંત્રી ડો. જયશંકરે ‘મોદી યુગમાં વિદેશ નીતિ’ પર વિચારો રજૂ કર્યા

કેન્દ્રીય વિદેશમંત્રી ડો.એસ. જયશંકરે સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત મોદી@20’ પુસ્તક અને ‘ગ્રોઈંગ ઈન્ડિયા, ગ્લોરીફાયિંગ વર્લ્ડ: મોદી યુગમાં વિદેશ નીતિ’ વિષય પર વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે, ‘પીએમ મોદીના રૂપમાં દેશને વિરાટ વ્યક્તિત્વ મળ્યું છે.’‘વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતની ભૂમિકા’ વિષય પર યુવાનો સાથે સંવાદ કર્યો હતો.

તેમણે જણાવયુંકે, રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે યુક્રેનમાં વીસ હજાર ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હતા. પીએમે રશિયાના પ્રમુખ પુટિન અને યુક્રેનના ઝેલેન્સ્કી સાથે વાત કરી કહ્યંુકે ભારતીય વિદ્યાર્થીઓના રેસ્ક્યુ સમયે કોઇપણ પ્રકાર હુમલા નહીં થાય. મોદીજીના આ ડાયરેકટ કોમ્યુનિકેશનના કારણે 90 ફ્લાઈટમાં જાનહાનિ વિના વિદ્યાર્થીઓને ભારત લાવવામાં સફળતા મેળવાઇ હતી.

મને દેશસેવાની પ્રેરણા નરેન્દ્ર મોદીએ આપી
વિદેશમંત્રીએ જણાવ્યું કે,પ્રેક્ષક નહીં, પણ ખેલાડી બની સક્રિય રાજનીતિ થકી દેશસેવા કરવાની પ્રેરણા મને નરેન્દ્ર મોદીએ આપી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને ભારતની વિદેશ નીતિને નાગરિકકેન્દ્રી, વિકાસકેન્દ્રી અને સુરક્ષાકેન્દ્રી બનાવી છે. યમન અને યુક્રેન ક્રાઈસીસ દરમિયાન તબક્કાવાર કુલ 70 લાખ ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...