તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનાનું ઘડામણ વધુ મોંઘું બન્યું:લગ્નસરાએ વધેલા સોનાના ભાવને કારણે 300થી 700 રૂપિયાની મજૂરીના દર રૂ.400થી 1000 સુધી પહોંચ્યા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધેલા ભાવની સાથે પ્રતિ તોલા મજૂરીદરમાં પણ રૂ.3000નો વધારો

કોરોનાની સ્થિતિને કારણે શહેરની સાથે દેશભરમાં યોજાનારા લગ્નપ્રસંગો અટવાઈ રહ્યા છે, એમાં સોનાના ભાવ વધવાને કારણે લગ્ન યોજનારા પરિવારોની ચિંતા વધી છે. એવામાં સોનાના દરની અસર એના મેકિંગ ચાર્જીસ પર પણ જોવા મળી છે. એક જ વર્ષમાં સોનાના પ્રતિ તોલા મજૂરીના દરમાં રૂ.3000 સુધીનો વધારો નોંધાયો છે.

સુરત ડાયમંડની સાથોસાથ ડાયમંડ જ્વેલરીનું પણ હબ ગણાઈ રહ્યું છે. વિદેશોમાં ડિમાન્ડમાં રહેતી હેવી જ્વેલરીઓ પણ સુરતમાં તૈયાર થઈ રહી છે. સુરતમાં સસ્તું લેબર પડતું હોવાને કારણે મુંબઈની વિવિધ ડાયમંડ જ્વેલરી કંપનીઓ છેલ્લાં એક-2 વર્ષમાં સુરતમાં સ્થપાવાની શરૂઆત થઈ છે. એ વચ્ચે સર્જાયેલી કોરોનાની સ્થિતિએ સોનાના ભાવમાં વધારો કરવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. લગ્નના મોટાં આયોજનો એક તરફ રદ થઈ રહ્યાં છે ત્યાં લગ્નનું આયોજન કરનારા પરિવારોને ઘરેણાં ખરીદવામાં પણ બજેટ પર કાપ મૂકવાની નોબત આવી રહી છે. એક વર્ષ પૂર્વે અંદાજે રૂ.38થી 40 હજારનો સોનાનો ભાવ ડિસેમ્બર દરમિયાન નોંધાયો હતો, જે હાલના સમયે 48થી 50 હજારની આસપાસ રહેવા પામ્યો છે. સામાન્ય રીતે સોનાના ભાવ પ્રમાણે 10 ટકા મેકિંગ ચાર્જીસની ગણતરી થતી હોઈ છે, એટલે કે એક વર્ષ પૂર્વે જ્વેલરી પર પ્રતિ ગ્રામ મેકિંગ ચાર્જીસ 350થી 700 રૂ. સુધીનો નોંધાયો હતો. તેની સામે હાલના સમયે 450થી 1000 રૂ. સુધીનો મેકિંગ ચાર્જ નોંધાયો છે. સરવાળે રૂ.300 પ્રતિ ગ્રામ એટલે કે પ્રતિ તોલા(પ્રતિ 10 ગ્રામ) સોનાના દરમાં રૂ.3000થી 3500નો વધારો નોંધાયો છે. સ્થાનિક જ્વેલર્સનો મત છે કે સુરતમાં મોટા ભાગે સોનાનાં ઘરેણાંનું વેચાણ કોસ્ટ ટુ કોસ્ટના આધારે જ થાય છે. સામાન્ય રીતે ગોલ્ડમાંથી ઘરેણાં બનાવવાની વેસ્ટેજ બાદ કરતાં સરેરાશ 10 ટકા જેટલું મેકિંગ ચાર્જ(મજૂરી) ગણીને એનું વેચાણ થતું હોઈ છે. સોનાના ભાવમાં થયેલા વધારાથી તેના મેકિંગ ચાર્જીસમાં પણ 10થી 20 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

અન્ય રાજ્ય કરતાં સુરતમાં મજૂરીદર સસ્તા
સરેરાશ મેકિંગ ચાર્જીસ પાછલા વર્ષ દરમિયાન રૂ.300થી 700 હતા, એ આ વખતે રૂ.450થી 1000 સુધી નોંધાયા છે. ઘણી જ્વેલરીઓ કે જેના પર વેલ્યુએડિશન હોઈ, જેવી કે ડિઝાઈનર ઈટાલિયન જ્વેલરી હોઈ તેના પર મેકિંગ ચાર્જીસ વધુ હોઈ છે. જોકે હેવી ડિઝાઈનર્સ જ્વેલરી તૈયાર કરનારાઓનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. અન્ય રાજ્યના મેકિંગ ચાર્જીસની સરખામણીએ સુરતમાં મેકિંગ ચાર્જીસ મહદંશે સસ્તા કહી શકાય. - સલીમ દાગીનાવાલા, પ્રમુખ, સુરત જ્વેલર્સ એસોસિયેશન

વધતા મેકિંગ ચાર્જીસની સર્વસ્વીકૃતિ
હાલ કોરોનાની સ્થિતિને કારણે જે પ્રમાણે લગ્ન સમારંભ રદ થઈ રહ્યા છે અને એને કારણે જ્વેલરીની ખરીદીને 40થી 50 ટકા જેવી અસર તો જોવા મળી રહી છે, પરંતુ મેકિંગ ચાર્જીસને લઈને પણ લોકો હવે વધારો સમજે છે. સોનાના દરમાં થયેલા વધારાના આધારે મેકિંગ ચાર્જીસમાં વધારો થતો હોઈ છે. જોકે સુરતમાં એક વર્ષમાં પ્રતિ ગ્રામ સરેરાશ રૂ.300નો વધારો મેકિંગ ચાર્જીસમાં થયો હોઈ તેવું કહીં શકાય. - નૈનેષ પચ્ચીગર, સ્ટેટ ડિરેક્ટર, ઈબજા.

અન્ય સમાચારો પણ છે...