સમસ્યા:ગેરકાયદે જોડાણોના પાપે પુણામાં તહેવાર ટાણે જ વરસાદ પહેલા ગટરિયા પુર આવ્યા

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક અઠવાડિયાથી ગંદા પાણીની સમસ્યા, રોગચાળો ફેલાવાની ભીતિ

ગેરકાયદે જોડાણોના પાપે પુણાગામની ક્રિષ્ના નગર સોસાયટીમાં છેલ્લા એક અઠવાડિયાથી હોળીના તહેવારના ટાણે ગટરના પાણી ઉભરાઇ રહ્યાં છે. જેથી રોગચાળાની દહેશત ફેલાઇ છે. અનેક વખત રજૂઆત છતાં પાલિકાએ સમસ્યાનું નિરાકરણ ન લાવતા રહીશોમાં રોષ ફેલાયો હતો.

પુણાગામની ક્રિષ્ના નગર સોસાયટીના રહીશોએ રજૂઆતમાં જણાવ્યું કે, પુણાગામની ડ્રેનેજ લાઇન મુદ્દે અગાઉ પણ ફરિયાદ કરાઇ હતી. તેવામાં ક્રિષ્ના નગરમાં છેલ્લા એક સપ્તાહથી ગટરમાંથી પાણી ઊભરાઇ રહ્યાં છે. ગટરિયા પૂરથી લોકો ગંદકી અને મચ્છરોનાં ત્રાસ વચ્ચે રહેવા મજબુર બન્યા છે. તંત્રે આની પાછળ ગેરકાયદે ગટર જોડાણને જવાબદાર ગણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...