• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Due To Heavy Rains In Catchment The Surface Of Ukai Dam Reached 319 Feet, Inflow Of More Than 22 Thousand Cusecs Of Water

સુરત:ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટી 319.04 ફૂટે પહોંચી, 22 હજાર ક્યુસેકથી વધુ પાણીનો ઈનફ્લો

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉકાઈ ડેમની ફાઈલ તસવીર - Divya Bhaskar
ઉકાઈ ડેમની ફાઈલ તસવીર
  • 22 હજાર ક્યુસેકથી વધુ પાણીનો ઈનફ્લો અને 650 આઉટફ્લો
  • ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ

ઉકાઈ ડેમના ઉપરવાસમાં પુન: વરસાદ શરૂ થયો છે. જેના લીધે ઉકાઇ ડેમમાં 22 હજાર ક્યુસેકથી વધુ પાણીનો આવરો ચાલુ છે. ઇનફલોમાં દર કલાકે ઉત્તાર-ચઢાવ સાથે ડેમની સપાટી 319.04 ફૂટે પહોંચી ગઈ છે. રાતે 8 કલાકે ઇનફલો 23461 ક્યુસેક અને આઉટફલો 12572 ક્યુસેક હતો. જ્યારે હાલ 22329 ઈનફ્લો અને 650 આઉટ ફ્લો છે.

24 કલાકમાં ઉકાઈડેમના ઉપરવાસ ધૂલીયામાં 3 ઇંચ
ઉકાઇ ડેમના ઉપરવાસમાં આ વર્ષે મેઘરાજા ધીમીધારે વરસી રહ્યા છે. વિતેલા 24 કલાકમાં ધૂલીયામાં 3 ઇંચ, લખપુરી, બુરહાનપુરમાં 1 ઇંચ, દેડતલાઇમાં અડધો ઇંચ અને ગોપાલખેડામાં છ મીમી મળીને કુલ 142 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે હથનુર ડેમમાંથી પણ 5,000 ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રાખ્યું છે. આ વરસાદ અને હથનુર ડેમનું પાણી ભેગું થઇને ઉકાઇ ડેમમાં હાલ 22 હજાર ક્યુસેકથી વધુ પાણીનો ઈનફ્લો છે.

આજનું રૂલલેવલ 333 ફૂટ અને ભયજનક સપાટી 345 ફૂટ
ઉકાઇ ડેમમાં સિંચાઇ વિભાગની જરૂરિયાત મુજબ તથા બે હાઇડ્રો ચાલુ રાખીને પાણી કેનાલ વાટે પાણી છોડી દેવાતુ હોવાથી ઉકાઇ ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો છે. હાલ 319.04 ફૂટ નોંધાઇ છે. ઉકાઇ ડેમનું આજનું રૂલલેવલ 333 ફૂટ અને ભયજનક સપાટી 345 ફૂટ છે.

અન્ય સમાચારો પણ છે...