તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:પરીક્ષા-ચૂંટણીને લીધે હજુ 60 ટકા કોલેજો ઓનલાઇન શિક્ષણ આપશે

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઓફલાઇન શિક્ષણ આપતી મોટાભાગની કોલેજ ખાનગી

શિક્ષણ વિભાગે આઠમી ફેબ્રુઆરીથી પહેલા વર્ષના વિદ્યાર્થીઓને કોલેજોમાં આવવાની છૂટ આપી છે. તેવામાં જ નર્મદ યુનિવર્સિટીની 60 ટકા કોલેજો પહેલા વર્ષના વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન જ આપનારી છે. 40% જેટલી કોલેજો ઓફલાઇન એજ્યુકેશન આપશે.જે મોટાભાગની કોલેજો ખાનગી કોલેજો છે.

કોલેજોના આચાર્યો કહે છેકે, મોટાભાગની કોલેજોમાં ઇન્ટરનલ પરીક્ષા ચાલી રહી છે તો ઘણી કોલેજોમાં સોમવારથી ઇન્ટરનલ પરીક્ષાનો પ્રારંભ થનારો છે. તેની સાથે ઘણી કોલેજોને પાલિકાની ચૂંટણીની કામગીરીમાં રોકાય છે. વિજ્ઞાન વિદ્યાશાખાની કોલેજોની વાત કરીયે તો આચાર્યો જણાવે છે કે અમારો અભ્યાસક્રમ પૂર્ણ થયો છે અને પ્રાયોગિક અભ્યાસ બાકી છે. જેથી અમે માત્ર પ્રાયોગિક અભ્યાસ માટે જ વિદ્યાર્થીઓને બોલવનારા છે.

ટ્રાન્સપોર્ટ સેવા યોગ્ય નહીં શરૂ થતા ગામડાની કોલેજ પણ ઓનલાઇન એજ્યુકેશન આપશે
ટ્રાન્સપોર્ટ સેવા જેવી કે બસ અને રેલવે યોગ્ય રીતે નહીં શરૂ થતા મોટાભાગની ગામડાની કોલેજોએ પણ ઓફલાઇનનીજગ્યાએ ઓનલાઇન એજ્યુકેશન જ આપી રહી છે. દક્ષિણ ગુજરાતની ગામાડાની કોલેજોના આચાર્યો જણાવે છે કે, કોલેજોના 5 કિમીના અંતરમાં રહેતા વિદ્યાર્થીઓ કોલેજે આવવા તૈયાર થયા છે. જોકે, અમે તેમને ઓફલાઇન એજ્યુકેશન આપીશું. પણ પાંચ કિમીથી દૂર કે શહેર આવતા વિદ્યાર્થીઓ તૈયાર ન હોવાથી અમે તે વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન એજ્યુકેશનનો વિકલ્પ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો