આયોજન:ઇન્ડિયન ટેક્સટાઇલ એક્સ્પોમાં ‘દુબઈ ટેક્સમાસ’ પણ જોડાશે

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બર 11થી 13 માર્ચ દરમિયાન દુબઈમાં એકસ્પો યોજશે

દુબઈમાં યોજાનાર ચેમ્બરના ‘ઈન્ડિયન ટેક્સટાઈલ અેક્સપો’માં દુબઈના ટેકસમાસ પણ સાથે જોડાશે. ટેક્સમાસના 700થી વધુ સભ્યો ચેમ્બરના એક્સપોની મુલાકાત લેશે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ચેરમેન હર્ષલ ભગતે દુબઇ ખાતે દુબઇના ટેકસટાઇલ ટ્રેડર્સનું એસોસીએશન ટેકસટાઇલ મર્ચન્ટ્‌સ ગૃપ (ટેકસમાસ)ના વાઇસ ચેરમેન જગદીશ અમરનાની સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.

ટેકસમાસ એ દુબઇના ટેકસટાઇલ ટ્રેડર્સ દ્વારા બનાવવામાં આવેલી એપેકસ બોડી છે અને એના સભ્યો દ્વારા વિશ્વના 90 જેટલા દેશોમાં એકસપોર્ટ કરવામાં આવે છે. ચેમ્બર દ્વારા દુબઇ ખાતે યોજાઇ રહેલા ‘ઇન્ડિયન ટેકસટાઇલ એકસ્પો’ને દુબઇના ટેકસમાસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. દુબઇ ટેકસમાસના પોતાના 700થી વધુ સભ્યો દ્વારા ચેમ્બરના આ એકસ્પોની મુલાકાત લેવામાં આવશે.

સુરતના ઉદ્યોગકારોને મોટા ઓર્ડર મળી શકે
દુબઇ ટેકસમાસનો સહકાર મળવાથી ચેમ્બરના ‘ઇન્ડિયન ટેકસટાઇલ એકસ્પો’માં ભાગ લેનારા એકઝીબીટર્સને મોટા ઓર્ડર તથા વિશ્વવ્યાપી માર્કેટ મળી રહેવાની સંભાવના છે. ઉલ્લેખનિય છે કે, ચેમ્બર દ્વારા આગામી 11, 12અને 13 માર્ચ 2022ના રોજ દુબઇ ખાતે ત્રિદિવસીય ‘ઇન્ડિયન ટેકસટાઇલ એકસ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારો દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.જેના કારણે સુરતના વેપારીઓને મોટા ઓર્ડર મળવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...