ભેજાબાજ ઝડપાયો:દુબઈની ESPN કંપનીના ECN કોઈનમાં ઊંચા નફાની લાલચ આપી 17 કરોડથી વધુનું રોકાણ કરાવી ફુલેકુ ફેરવનાર ઝડપાયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીને ઝડપી લઈને જૂનાગઢ પોલીસને હવાલે કરાયો હતો. - Divya Bhaskar
આરોપીને ઝડપી લઈને જૂનાગઢ પોલીસને હવાલે કરાયો હતો.
  • રાજ્યભરના લોકોને એજન્ટો મારફતે રોકાણ કરાવાયું હતું

દુબઈ સ્થિત ESPN કંપનીના ECN કોઈન (ક્રિપ્ટો કરન્સી)માં ઊંચ નફાની લાલચ આપી રાજ્યના અલગ અલગ વ્યક્તિઓની મૂકીનું એજન્ટો મારફતે રોકાણ કરાવવામાં આવ્યું હતું. બાદમાં 17 કરોડથી વધુ રૂપિયાનું ફુલેકુ ફરવવાના કેસમાં પોલીસે મુખ્ય ભેજાબાજ આરોપીને ઝડપી લઈને જૂનાગઢ પોલીસને કબ્જો સોંપવામાં આવ્યો છે.

એજન્ટ ઝડપાયા બાદ ભેજાબાજ ઝડપાયો
થોડા દિવસો પહેલા એજન્ટ કિસન બોરખતરીયા ઝડપાયો હતો. બાદમાં એજન્ટની પૂછપરછમાં મુખ્ય આરોપી સુરતમાં હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં બાતમીના આધારે આરોપી જયેશ લીલાભાઈ પટોડિયાને નન્યૂ સિટી લાઈ રોડ ઓમ ટેરેસના ફ્લેટ નંબર 704માંથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

મોંઘી દાટ હોટલમાં સેમિનાર યોજાતા
આરોપી જયેશ બીકોમ સુધીનો અભ્યાસ કરી હીરા ઘસતો હતો. બાદમાં ક્રિપ્ટોમાં સારા રૂપિયા મળતા હોવાનું જાણીને લોકોને આમાં રોકાણ કરવા કહેતો હતો. શરૂઆતમા ઊંચુ કમીશન પણ અપાતું હતું. 3.60 લાખનું અઠવાડીયામાં 24 હજાર કમીશન અફાતું હતું. લોકો સ્કીમમાં રોકાણ કરવા આકર્ષાય તે માટે મોંઘી દાટ હોટલામાં સેમિનાર યોજવામાં આવતાં હતાં. આ લોકોએ અલગ અલગ એજન્ટ મારફતે ગુજરાત ભરમાં તથા અન્ય સ્થળોએથી પણ લોકોપાસેથી રૂપિયા લઈને રોકાણ કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...