યુક્રેન અને રશિયાના યુદ્ધની અસર:ડીટીસીએ રફના ભાવ જાહેર કર્યા, રફ 5થી 8 % મોંઘી થઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ભારતમાં 30 ટકા રફની આયાત રશિયાથી થાય છે
  • હલકી સાઈઝના ભાવમાં વધારો, પ્રિમિયમ યથાવત

ડીટીસી સાઈટ દ્વારા રફના ભાવ બહાર જાહેર કરવામાં આવ્યા હતાં. જાહેર કરાયેલા ભાવમાં હલકી સાઈઝના રફના ભાવમાં 5થી 8 ટકાનો વધારો થયો હતો. જ્યારે પ્રિમિયમ રફના ભાવમાં યથાવત રહ્યા હતાં. દિવાળી બાદ ખૂલેલા હીરાના કારખાનાના વેકેશન બાદ હીરા ઉદ્યોગમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું.

બીજી તરફ યુક્રેન અને રશિયાના યુદ્ધની અસર પણ સુરતના હીરા માર્કેટ પર પડી હતી. કારણ કે, ભારતમાં આયાત થતી કુલ રફમાંથી 30 ટકા રફ રશિયાથી આયાત થાય છે. યુદ્ધને કારણે અમેરિકાએ રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા પર બેન મુકી દીધો હતો. જેના કારણે હીરા માર્કેટમાં શોર્ટ સપ્લાય થઈ હતી. ત્યારે હવે હીરા માર્કેટમાં ફરી તેજી જોવા મળી રહી છે.

દરમિયાન સોમવારના રોજ ડીટીસી સાઈટ દ્વારા રફના ભાવ જાહેર કરવામાં આવ્યા હતાં. હલકી સાઈઝની રફમાંથી તૈયાર થયેલા હીરાની માંગ વધતા તેના ભાવાં 5થી 8 ટકાનો વધારો થયો હતો. જ્યારે પ્રિમિયમ રફના ભાવ યથાવત રહ્યા હતાં.

માંગ વધતા ભાવમાં વધારો થયો
‘નાની જ્વેલરી સહિતમાં ઉપયોગમાં આવતી હલકી સાઈઝની રફના ભાવમાં વધારો થયો છે. માંગમાં વધારો થવાને કારણે હલકી સાઈઝની રફના ભાવમાં વધારો થયો છે. જ્યારે પ્રિમિયમ રફના ભાવ યથાવત રહ્યા છે.’ > દામજી માવાણી, સુરત ડાયમંડ એસોસિએશનના મંત્રી

અન્ય સમાચારો પણ છે...