તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂછપરછ:DSGMની ઠગાઈની તપાસમાં આજ ટોળકીનું DS માર્કેટિંગનું નામ ખૂલ્યું

સુરત25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અંકલેશ્વર-કોસંબામાં પ્લોટ અને રાજસ્થાન સુધી ઠગાઈનો રાફડો
 • બંને કંપનીના નામે 5 બેંક ખાતા મળ્યા, બે વર્ષમાં 30 કરોડના વ્યવહાર

ડીએસજીએમ ઇન્ડિયા પ્રા.લિ. નામથી સરથાણામાં કંપની અને ઓફિસ શરૂ કરીને સેંકડો લોકો સાથે ઠગાઈ કરનારા આરોપીઓની પૂછપરછમાં તેમની જ અન્ય એક કંપની ડીએ મલ્ટી માર્કેટિંગનું નામ પણ સામે આવ્યું છે.આરોપી ભાર્ગવ પંડ્યાએ તેના ભાઈ અને પત્ની સાથે મળીને ત્રણેક વર્ષ પહેલા સરથાણા ડીએસજીએમ ઇન્ડિયા પ્રા.લિ. નામથી કંપની શરૂ કરી હતી. તેમાં રોકાણ કરવાથી બે વર્ષમાં ડબલ રૂપિયા મળશે એ‌વી લાલચ આપી સેંકડો લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવીને કંપની બંધ કરી દીધી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે કંપનીના એમડી ભાર્ગવ પંડ્યા સહિત પાંચની ધરપકડ કરી છે.

તપાસમાં આજ ટોળકીએ ડીએસ મલ્ટી માર્કેટિંગ નામથી અન્ય એક કંપની શરૂ કરી હતી. બંને કંપની મળીને 5 એકાઉન્ટ મળ્યા છે. છેલ્લા બે વર્ષમાં પાંચેય એકાઉન્ટમાં 30 કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું છે. ભાર્ગવ અને તેની પત્નીના નામે એક પણ મકાન કે કાર નથી તેના ભાઈના અંકલેશ્વર અને કોસંબામાં ઘણા પ્લોટ છે.

બૈ પેકી એક કંપનીના નામે માત્ર એક વખત 8 હજાર રૂપિયા જીએસટી ભરેલું છે. માત્ર એક વખત ઓડિટ થયું છે અને માત્ર એક વખત રીટર્ન ફાઈલ કર્યું છે. કંપનીમાં માત્ર 25 લાખનું ટર્ન ઓવર બતાવ્યું છે. અન્ય ભોગ બનનારાઓ પણ અંકો સેલનો સંપર્ક કરી રહ્યા છે. અન્ય 82 લાખની છેતરપિંડી સામે આવી છે. રાજસ્થાનથી પણ એક ગૃપે અંકો સેલનો સંપર્ક કર્યો છે.

ભાર્ગવ 8 વાર થાઈલેન્ડ, 1 વાર યુગાન્ડા ગયો છે
મુખ્ય આરોપી ભાર્ગવ પંડ્યા પોતાની કંપનીના પ્રમોશન માટે 8 વખત થાઈલેન્ડ ગયો છે અને એક વખત યુગાન્ડા ગયો છે. ત્યાં કંપનીમાં વધુ રોકાણ કરાવનાર એજન્ટને પણ સાથે લઈ જતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો