તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Dry Run Of Corona Vaccine From 24 Centers In Surat, Inspection Of All Aspects As Per Guideline, Inspected By Municipal Commissioner

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિન વિતરણની ચકાસણી:સુરતમાં 24 કેન્દ્રો પરથી કોરોનાની વેક્સિનનું ડ્રાય રન, ગાઈડલાઈન પ્રમાણે તમામ પાસાની ચકાસણી, પાલિકા કમિશનરે નિરીક્ષણ કર્યું

સુરત4 મહિનો પહેલા
પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ વેક્સિન માટેના ડ્રાય રનનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું. - Divya Bhaskar
પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ વેક્સિન માટેના ડ્રાય રનનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું.
  • વિતરણ વ્યવસ્થામાં ક્ષતિ લાગે તેવી બાબતોની નોંધણી કરવાનું શરૂ

કોરોનાના ફફડાટ સામે નવા વર્ષના પહેલા જ દિવસે સારા સમાચાર સામે આવ્યા છે. ત્યારેત દેશની સ્વદેશી વેક્સિનને પણ ઈમર્જન્સી માટે મંજૂરી મળી ગયી છે. ત્યારે આજે સુરતમાં વેક્સિનને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે ડ્રાય રન ટેસ્ટ શરુ કરવામાં આવ્યું છે. સુરતના તમામ ઝોનમાં આવેલા 24 વેક્સિન કેન્દ્રો પર વેક્સિન ડ્રાય રન કરવામાં આવી રહ્યું છે.

જેમાં પહેલા તબક્કામાં હેલ્થ કેર વર્કસ, બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કસ, અને ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ અને 50 વર્ષથી નીચેના કોમોર્બીડ લોકો છે તેઓને આવરી લેવામાં આવશે અને જ્યાં વિતરણમાં ક્ષતિ લાગશે તેને પણ નોંધવામાં આવી રહ્યાનું પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે.

વેક્સિનને મંજૂરી મળી છે
પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, 24 જગ્યાએ ડ્રાય રન કરવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે કામ કરવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ પ્રક્રિયામાં અલગ અલગ મેડિકલ અને મેનેજમેન્ટ સહિતની વસ્તુઓ કેમ થશે તેનું ડ્રાય રન કરવામાં આવી રહ્યું છે. સરકારે જે રીતે વેક્સિનને મંજૂરી આપી છે. તે પ્રમાણે તબક્કાવાર આપવામાં આવશે.સરકારની એક્સપર્ટ પેનલ દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે કામ કરવામાં આવી રહ્યું છે.

500 લોકોની ટીમ બનાવવામાં આવી છે
વેક્સિન ડ્રાય રનને લઈને 500થી વધુ લોકોની ટીમ બનાવવામાં આવી છે. વેક્સિનેશન માટે 518 સેન્ટર તૈયાર કરાયા છે. તેમજ 447 શાળા, 70 અર્બન હેલ્થ સેન્ટર, મેટરનીટી હોમ આરોગ્ય કેન્દ્ર અને 41 હોસ્પિટલનો સમાવેશ ડ્રાય રન માટે સમાવેશ કરવામાં આવ્યો છે. મનપા કમિશનરે આ અંગે જાણાવ્યું હતું કે 24 વેક્સીન કેન્દ્રો પર વેક્સીન ડ્રાયરન કરવામાં આવી રહ્યું છે. તમામ જગ્યા પર હેલ્થ સ્ટાફ ઉપલબ્ધ છે. આ ડ્રાયરન કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 5.50 લાખ લોકોના ડેટાબેઝ બનાવવામાં આવ્યો છે. જેમાં પહેલા તબક્કામાં હેલ્થ કેર વર્કસ, બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કસ, અને ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ અને 50 વર્ષથી નીચેના કોમોર્બીડ લોકો છે તેઓને આવરી લેવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો