• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • "Drunken Gangs Are Running Amok, The Attack On Me Was A Well planned Conspiracy, Now People Will Take A Decision And Defeat The Bad Elements"

ગુજરાતમાં રાજકીય જંગ લોહિયાળ બન્યો:મનોજ સોરઠિયાએ કહ્યું- મારા પર હુમલો સુનિયોજિત ષડયંત્ર, હવે જનતા નિર્ણય લઈ ગુંડાતત્વોને હરાવશે

સુરત24 દિવસ પહેલાલેખક: દેવેન ચિત્તે

આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સતત ઘર્ષણ વધી રહ્યો છે. AAPના નેતાઓ પર હુમલા થવાની ઘટનાઓ પણ સમયાંતરે વધી રહી છે. તાજેતરમાં જ AAPના મહામંત્રી મનોજ સોરઠિયા પર હુમલો થયો હતો, જેને લઈને મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે દારૂના નશામાં ટોળકી બેફામ થઈને ફરે છે, મારા પરનો હુમલો સુનિયોજિત ષડયંત્ર હતું, હવે જનતા નિર્ણય લેશે ને ગુંડાતત્વોને હરાવશે'

રાજકીય જંગ લોહિયાળ બન્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે AAP જોરશોરથી પોતાનું કદ વધારવા તરફ આગળ વધારી રહી છે, એની સાથે રાજકીય યુદ્ધ પણ શરૂ થઈ ચૂક્યું છે. હવે આ જંગ લોહિયાળ બનવા લાગ્યો છે. સુરતમાં મંગળવારે રાત્રે AAP દ્વારા યોજવામાં આવેલા ગણેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનું માથું ફૂટતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં દિવ્ય ભાસ્કરે AAPના મહામંત્રી મનોજ સોરઠિયા સાથે ખાસ વાતચીત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...