તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેસ ઘટ્યા પણ મોત યથાવત:સુરતમાં કોરોના કેસમાં ઘટાડો, છેલ્લા 9 દિવસમાં 122ના મોત, ડેથ રેટ એપ્રિલ જેવો જ ખતરનાક

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • એપ્રિલ મહિનામાં કોરોનાનો ડેથ રેટ 1.17 ટકા નોંધાયો હતો
  • મે મહિનાના છેલ્લા 9 દિવસમાં ડેથ રેટ 0.89 ટકા નોંધાયો

સુરત શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા રાહત થઈ છે. આ સાથે કોરોનાથી થતા મોતમાં કેસ સાથે ઘટાડો થયો છે. જોકે, કેસની સામે મોત પણ યથાવત રહેતા ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 9 દિવસમાં 122 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. છેલ્લા બે દિવસથી ડેથ રેટ 1 ટકાથી વધુ આવી રહ્યો છે. જેના પગલે તંત્રની ચિંતામાં વધારો થયો છે.

એપ્રિલ મહિનામાં 49 હજાર કેસ અને 585 મોત
સુરત શહેર જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોના સંક્રમણ સૌથી વધુ રહ્યું હતું. એક મહિનામાં સૌથી વધુ 49898 કેસ નોંધાયા હતા. આ સાથે 585 કોરોના દર્દી મોતને ભેટ્યા હતા. જ્યારે માત્ર 21231 દર્દી જ રિકવર થયા હતા. એપ્રિલ મહિનામાં ડેથ રેટ 1.17 અને રિકવરી રેટ 42.54 ટકા નોંધાયો હતો. એપ્રિલ મહિનામાં એવી પણ સ્થિતિ હતી કે, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના દરવાજા કોરોનાના દર્દીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. આ દિવસો દરમિયાન કોરોના ધાતક બનતા 585 દર્દીઓ સત્તાવાર રીતે કોરોનાથી મોતને ભેટ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે મે માસના 9 દિવસમાં કેસની સંખ્યામાં ઘટાડો થયો છે.

મે મહિનામાં કેસ ઘટ્યા પણ મૃત્યુદર ચિંતાજનક
સુરત પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારાતા હાલ કેસ ઘટ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પાલિકા કમિશનરે પણ કોરોના નિયંત્રણમાં આવી ગયો હોવાનું જણાવ્યું હતું. મે મહિનાના 9 દિવસમાં કેસની સંખ્યામાં તો ઘણો ઘટાડો નોંધાયો છે. જોકે, મૃત્યુનો આંક ચિંતાજનક છે. પાલિકા દ્વારા છેલ્લા 9 દિવસમાં 122ના મોત સત્તાવાર રીતે જાહેર કર્યા છે. આ દિવસમાં સરેરાશ 13 લોકોના મોત થયા છે. મે મહિનામાં કેસ ઘટવાના આંકડા પાલિકા માટે રાહતજનક છે. જોકે, મૃત્યુનો આંકડો પાલિકાની ચિંતા વધારી રહ્યો છે.