તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ પર આક્ષેપ:સુરતમાં ડુમસ-પીપલોદ રોડ પર પરાઠાની લારી ચલાવનાર બે ભાઈઓને રાતે ઉમરા પોલીસના PIએ માર માર્યો હોવાનો આક્ષેપ

સુરત3 મહિનો પહેલા
પોલીસે માર મારતા બંને ભાઈઓને ઈજા થઈ હોવાનું પરિવારે જણાવ્યું.
  • આક્ષેપ ખોટો છે, એ લોકોને ઇજા કેવી રીતે થઈ છે તે અંગે મને કોઈ માહિતી નથીઃ ઉમરા PI

સુરત શહેરના ડુમસ-પીપલોદ રોડ ઉપર મોટી સંખ્યામાં પરાઠાની લારી ચાલે છે. રાતે 9 વાગ્યાના સમય દરમિયાન લારી ચાલુ હોવાનું જણાતા પીઆઇએ લારીઓ બંધ કરાવી હતી. લારી ચલાવનાર બે ભાઈઓની સામે 188ની કલમ લગાડીને ગુનો દાખલ કર્યો હતો. પરાઠાની લારી ચલાવનાર બંને ભાઈઓએ આજે પોલીસ કમિશનરને પીઆઈ કે.બી. ઝાલાએ તેમને માર માર્યો હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરી હતી.

વીઆર મોલ પાસે નીચે ઉતારીને ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ
ઉમરા પીઆઇ કેવી ઝાલાએ ગઈકાલ રાતે બે યુવકોને મોડી રાત સુધી લારી ચાલુ રાખવાના ગુનાસર ગુનો દાખલ કરાવ્યો હતો પરંતુ જે લારીના સંચાલક છે તેમના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે લારી બંધ કરી જવાની તૈયારીમાં હતા. ત્યારે પી આઈ કે. બી. ઝાલા અમારી પાસે આવીને ઊભા રહ્યા હતા. લારી ચલાવનાર મહિલા મિતલબેન સોલંકી આક્ષેપ કર્યો હતો કે, પીઆઈ અમને ગંદી ગાળો આપીને પરાઠાની લારીને લાત મારી હતી. મારા નાના દીકરાને પોલીસની ગાડીમાં બેસાડી દેવાયો હતો. ત્યારે મારા પુત્રે કહ્યું કે, સાહેબ મને બેસાડી દો મારા નાના ભાઈને ન બેસાડતાં એવું કહેતા તેઓ ગુસ્સે થયા હતા અને મારા મોટા પુત્રને માર્યો હતો. ત્યારબાદ તેઓ ઉમરા પોલીસ સ્ટેશને મારા બંને દીકરાઓને લઈને જતા હતા ત્યારે રસ્તામાં વી.આર મોલ પાસે નીચે ઉતારીને ઢોરમાર માર્યો હતો. દંડા વડે માર મારતા શરીર ઉપર ઇજાના નિશાન પણ દેખાયા હતા.

બંને ભાઈઓએ પરિવાર સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરી.
બંને ભાઈઓએ પરિવાર સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરી.

પીઆઈ સામે પગલાં લેવા પોલીસ કમિશનરને રજૂઆત કરી
પરાઠાની લારી ચલાવતા સોલંકી પરિવારે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી હતી. પોલીસ કમિશનરને સમગ્ર બાબતે અવગત કરીને પીઆઈ ઝાલા દ્વારા જે અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે. તેને લઈને તેમની સામે સખતાઈ પૂર્વકના પગલાં લેવાની માગ કરી હતી. બંને યુવકોએ પોતાને જે ઈજા થઈ છે તે પોલીસ કમિશનર સમક્ષ બતાવી હતી. તેમણે માગ કરી હતી કે, ખોટી રીતે ઉમરા પીઆઇ દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા છે અને સામાન્ય લારીવાળાઓને હેરાન કરીને માર મારવામાં આવ્યો છે.

પોલીસ કમિશનરને ઈજાના નિશાન બતાવી કડક પગલાં લેવા માગ કરી.
પોલીસ કમિશનરને ઈજાના નિશાન બતાવી કડક પગલાં લેવા માગ કરી.

વીઆર મોલ પાસે ઉતારીને કોઈને માર માર્યો નથીઃ ઉમરા પીઆઇ
ઉમરા પીઆઇ કે.બી. ઝાલાને આ બાબતે પૂછતાં તેમણે કહ્યું કે, તેઓ ખોટી વાત કરી રહ્યા છે. તેમને કોઈ માર માર્યો નથી. તેઓ પોતાની લારી મોડા સમય સુધી ચાલુ રાખી હતી. જેથી લારી બંધ કરીને બંને લારી ઉપર યુવકો સામે ગુનો દાખલ કર્યો છે. વીઆર મોલ પાસે મે ઉતારીને કોઈને માર માર્યો નથી. એ લોકોનો આક્ષેપ ખોટો છે, એ લોકોને ઇજા કેવી રીતે થઈ છે. તે અંગે મને કોઈ માહિતી નથી.