• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Drivers Whose Licenses Have Been Suspended In Surat Will Be Permanently Suspended If They Are Caught Driving: Commissioner Of Police

પોલીસની લાલ આંખ:સુરતમાં લાયસન્સ સસ્પેન્ડ થયેલાં વાહનચાલકો જો વાહન ચલાવતા ઝડપાય તો કાયમી સસ્પેન્ડ કરાશેઃપોલીસ કમિશનર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોલસાની ટ્રકો પર તાડપત્રી ન હોય તેવા ટ્રકચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવાની સૂચના અપાઈ (ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોલસાની ટ્રકો પર તાડપત્રી ન હોય તેવા ટ્રકચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવાની સૂચના અપાઈ (ફાઈલ તસવીર)
  • પોલીસ કમિશનર અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને સુરત શહેર રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઈ

સુરત શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તેવા હેતુ સાથે સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને કમિશનર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. જેમાં પોલીસ કમિશનરે કહ્યું કે, લાયસન્સ સસ્પેન્ડ થયેલાં વાહનચાલકો જો વાહન ચલાવતા ઝડપાય તો કાયમી સસ્પેન્ડ કરવામાં આવશે.

3 મહિના લાયસન્સ સસ્પેન્ડ કરાય છે
બેઠકમાં પોલીસ કમિશનરએ આગામી વર્ષમાં ફેટલ અકસ્માતોનું પ્રમાણ ઘટે તેમજ મૃત્યુ દરમાં ઘટાડો થાય તેવા હેતુ સાથે સ્ટ્રેટેજીક એકશન પ્લાન ઘડવા જણાવ્યું હતું. હાઈવે પર કોલસાની ટ્રકો પર તાડપત્રી ન હોય તેવા ટ્રકચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. બેઠકમાં એપ્રિલ મહિના દરમિયાન 97 તથા છેલ્લા ચાર મહિના દરમિયાન 197 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વાહન ચાલકો સામે વિવિધ રીતે નિયમભંગ બદલ વાહનચાલકોનું પ્રથમ ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે.

23 લાખનો દંડ કરાયો
કમિશનરે સસ્પેન્ડ કરવામાં આવેલા વાહનચાલકો વાહન ચલાવતા પકડાય તો તેઓનું લાયસન્સ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.બેઠકમાં ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન પોલીસ, મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ ચલાવીને 976 જેટલા ઢોરોને પકડીને રૂા.23 લાખ દંડની વસુલાત કરવામાં આવી હોવાની વિગતો આર.ટી.ઓના અધિકારીએ આપી હતી.બેઠકમાં જાગૃત નાગરિક દ્વારા મોટા વરાછા કબ્રસ્તાન સર્કલ પર આવેલ આરસીસી રસ્તાની નજીકમાં સ્કુલ આવેલી હોય, જેથી ભારે વાહનોના કારણે વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ ન બને તેવી રજૂઆત સંદર્ભે સર્કલ પાસે બમ્પ મૂકવામાં આવ્યા હોવાનું મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ સુદામા ચોક, ફાયર સ્ટેશન તરફ વરણી કોમ્પલેક્ષવાળા ડિવાઈડર રસ્તો અને મહાદેવ ચોકથી કાશી વિશ્વનાથ મંદિર તફર જતા રસ્તાનો અંદરના રોડ પર અકસ્માત થવાની સંભાવના વ્યકત કરી હોય ત્યાં બમ્પ મુકવામાં આવ્યા હોવાનું વિગતો અધિકારીએ આપી હતી.