તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરના દુર્વ્યવહારથી કોન્ટ્રોક્ટ હેઠળના એમ્બ્યુલન્સના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોરોના દર્દીઓને લેવા મુકવા જવાનું કામ કરતાં સિવિલના કોન્ટ્રાક્ટના આઠ ડ્રાઈવરોએ કામથી અળગા રહી લેખિતમાં ફરિયાદ આપી હતી. - Divya Bhaskar
કોરોના દર્દીઓને લેવા મુકવા જવાનું કામ કરતાં સિવિલના કોન્ટ્રાક્ટના આઠ ડ્રાઈવરોએ કામથી અળગા રહી લેખિતમાં ફરિયાદ આપી હતી.
 • મેડિકલ ઓફિસર ડો.ઓમકાર ચૌધરીના દુર્વ્યવહારથી ડ્રાઈવરો નારાજ
 • આરએમઓ કેતન નાયકે બચાવ કરતાં ડ્રાઈવરો કામ પર આવશે તેમ કહ્યું

કોરોના મહામારી વચ્ચે સતત સતત પોઝિટિવ દર્દીઓ સાથે કામગીરી કરતા સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ હેઠળના ડ્રાઈવરો મેડિકલ ઓફિસર ડો. ઓમકાર ચૌધરીના દુર્વ્યવહારથી નારાજ થયા છે. કોઈ પણ ડ્રાઇવર કામનો નથી એવું કહી ખખડાવતા તમામ ડ્રાઈવરોમાં રોષ છે સાથે જ તેઓ હડતાળ પર ઉતરી જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી કામ પર નહી આવે તેવું આવેદનપત્ર આપીને કામ છોડી દીધું છે.

લેખિતમાં ડ્રાઈવરોએ ફરિયાદ કરી

સિવિલ હોસ્પિટલમાં ડ્રાઈવરોએ RMOને લેખિતમાં ફરિયાદ આપી કે આ ઓમકાર ચૌધીરી સાહેબ સાથે કામ નહીં કરીએ એવું કહેતા વિવાદ સર્જાયો છે. હાલ ડો. ઓમકાર ચૌધરીને કોન્ટ્રાક્ટના ડ્રાઈવરોનો હવાલો સોપાયો છે. 8 કલાકની નોકરી કરતા ડ્રાઈવરો પાસે વધારે કલાક કામ માટે દબાણ કરતા મામલો બગડ્યો હતો. સાથે ખખડાવવા સહિતના પ્રશ્ને તમામ ડ્રાઈવરો નોકરી પરથી ઉતરી રહ્યા હોવાનું લેખિતમાં જણાવી RMOને આપ્યું છે.

આરએમઓએ બચાવ કર્યો

ડ્રાઈવરોએ  RMO કેતન નાયકને રજૂઆત કરવા ગયેલા ત્યારે કહી દેવાયું હું નહિ જાણું ઓમકાર ચૌધરી કહેશે એ કામ કરવું પડશે.ઇન્ચાર્જ સુપરિટેન્ડન્ટ પ્રીતિ કાપડિયાને મળવા ગયા તો કહ્યું તમે RMO ને મળો કહી એ પણ ચાલી ગયા હતાં. અમારી રજુઆત સાંભળવાવાળું પણ કોઈ નથી એટલે નોકરીથી દુર થવાનો નિર્ણય લીધો છે.નિવાડો આવે પછી જ નોકરી પર ચઢીશું. કેતન નાયકએ ઘરનો આંતરિક ઝઘડો કહી હમણાં તમામ ડ્રાઈવરો નોકરી પણ આવી જશે એમ કહ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો