તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:ગોડાદરામાં તબીબને કચડનાર ટ્રેલરને લોકોએ સળગાવી નાખ્યું, ડો. વિક્રમ ભુલે એક્ટિવા પર કરિયાણાની દુકાનથી ઘરે જઈ રહ્યા હતા

સુરત2 મહિનો પહેલા
અક્સમાત કરનાર ટ્રેલરમાં લોકોએ આગ લગાવી અને અકસ્માતમાં મોતને ભેટનાર બાઈક ચાલકની ફાઈલ તસવીર. - Divya Bhaskar
અક્સમાત કરનાર ટ્રેલરમાં લોકોએ આગ લગાવી અને અકસ્માતમાં મોતને ભેટનાર બાઈક ચાલકની ફાઈલ તસવીર.
  • 2 વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા હતા

ગોડાદરામાં ઘરેથી એક્ટિવા લઈ કરિયાણાની ખરીદી કરવા ગયેલા તબીબને ટ્રેલર ચાલકે કચડી નાંખતા ું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અક્સ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ ટ્રેલરમાં આગ ચાંપી દીધી હતી.

ફાયર વિભાગે ટ્રેલરની આગ પર કાબૂ મેળવ્યો
બર્નિગ ટ્રેલરને જોઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક આગની જાણ ફાયર ને કરતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલાં જ ફાયરના જવાનોએ બર્નિંગ ટ્રેલર પર પાણીનો મારો કરી આગને કાબૂમાં લઈ લીધી હતી. ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ જતા પોલીસ દોડી આવી હતી.

ગોડાદરા શિવકૃપા સોસાયટીમાં રહેતા ડો. વિક્રમ દિલીપભાઈ ભુલે(ઉ.વ.30)ના બે વર્ષ અગાઉ જ લગ્ન થયા હતા. તેઓ આયુર્વેદિક તબીબ હતા અને ઘર નજીક જ ક્લિનિક ચલાવતા હતા. બુધવારે બપોરે ઘરેથી એક્ટિવા લઈ નજીક આવેલી કરિયાણાની દુકાનમાં ઘરવખરીનો સામાન ખરીદવા ગયા હતા. દુકાનદારને સામાનની યાદી આપી ઘરે સામાન પહોંચાડવાનું કહી પરત ઘરે નીકળ્યા હતા ત્યારે પાછળથી આવતા ટ્રેલરે અડફેટમાં લઈ કચડી નાંખ્યા હતા. જેથી ગંભીર રીતે ઘવાયેલા વિક્રમભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા લોકોએ ટ્રેલરમાં આગ ચાંપી દીધી હતી. બનાવની જાણ થતા ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસે ઉશ્કેરાયેલા લોકોના ટોળાને વિખેરી ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગણતરીની મીનીટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. લિંબાયત પોલીસે ટ્રેલરના ડ્રાઈવર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી ટ્રેલરની આગ પર કાબૂ મેળવ્યો.
ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી ટ્રેલરની આગ પર કાબૂ મેળવ્યો.

પરિસ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસે જણાવ્યું
ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. આગની ઘટનાને લઈને મોટી સંખ્યામાં એકઠી થયેલી ભીડને વિખેરી હતી. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. મૃતક બાઈક ચાલકનું નામ વિક્રમ બુલ્હે હોવાનું જાણવા મળ્યું છે.

ટ્રેલરનો ડ્રાઈવર ભાગી છૂટ્યો
અકસ્માત સર્જાયા બાદ ટ્રેલરનો ડ્રાઈવર ટેલર મુકી ફરાર થઈ ગયો હતો. આગમાં ટ્રેલરનો ડ્રાઈવર કેબીનનો ભાગ સળગી ગયો હતો. નીલગીરી સર્કલ પર સાંઈબાબા મંદીર પાસે ઉધના યાર્ડમાં પાર્સલ ટ્રેનોની લોડિંગ શરૂ થયા બાદ ટ્રક અને ટ્રેલરોની અવરજવર વધી ગઈ છે. જેમાં ખાસ કરીને તેના ચાલકો બેફામ ઝડપે ટ્રક અને ટ્રેલર હંકારી લોકોના જીવને જોખમમાં મુકી રહ્યા છે, ત્યારે ટ્રક-ટ્રેલર સામે પગલા ભરવાની માંગ લોકોમાં ઉઠી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો