તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત પાલિકાના વોર્ડ નંબર-6 કતારગામમાં ચીકુવાડી સુમુલ ડેરી રોડ અને ગોતાલાવાડી મુખ્ય વિસ્તારો આવેલા છે. પૂર્વ મેયરના મતવિસ્તારમાં જ વર્ષોથી પ્રાથમિક સુવિધાને લઈને સ્થાનિક લોકો પરેશાન છે. કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવા માટે પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ સતત વધતા વસ્તીના ભારણના કારણે સ્થિતિ વધુને વધુ વકરી રહી છે. કતારગામ ઝોનમાં ટ્રાફિકનો પ્રશ્ન અને આરોગ્યલક્ષી પ્રશ્નો ઘણા વર્ષોથી યથાવત્ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. પરંતુ હજી સુધી જ નક્કર પગલાં લેવાવા જોઇએ તે લેવાયા નથી. ગોતાલાવાડી ટેનામેન્ટને રી-ડેવલપમેન્ટ યોજના અંતર્ગત લેવામાં આવી હતી. પરંતુ તે હજી સુધી પૂર્ણ થઇ નથી, તેમાં રહેતા લોકોની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ છે. જ્યારે સૌથી વધુ પીવાના પાણીની અને ખખડધજ રસ્તાઓની સમસ્યા છે.
પીવાના પાણીને લઇને હંમેશા બૂમરાણ
નેન્સી પટેલે જણાવ્યું હતું કે, કતારગામ વિસ્તારની અંદર પીવાના પાણીને લઇને હંમેશા બુમરાણ મચતી રહે છે. ઉનાળાની અંદર વિશેષ કરીને પાણીની ખૂબ જ સમસ્યા થાય છે. જે પાણીની ટાંકી છે તેમાંથી ખૂબ જ લો-પ્રેશરમાં પાણી આવે છે, અને તેનાથી યોગ્ય પ્રમાણમાં પાણી મળતું નથી. ગટરો છે છતાં પણ હાલ પહેલાં જેવી જ સ્થિતિ છે. વરસાદી માહોલમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થવાને કારણે આરોગ્યલક્ષી અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.
પીવાના પાણી અને ડ્રેનેજ લાઇનનું પાણી આવતું હોવાની ફરિયાદ
જીતુ ગરાસિયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે વડીલો અને બાળકોના સ્વાસ્થ્ય ઉપર મોટી અસર થાય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પીવાના પાણી અને ડ્રેનેજ લાઇનનું પાણી આવતું હોવાની ફરિયાદ અમે વારંવાર ઝોનમાં અરજી કરી હોવા છતાં હજુ સુધી તેનો યોગ્ય નિકાલ આવ્યો નથી. જે અમારા માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે. સ્થાનિક કોર્પોરેટરો અને તે અંગે અમે સમયાંતરે રજૂઆત કરતા આવ્યા છીએ પરંતુ કોઈ નક્કર પગલા લેવાયા નથી.
સવારે અને સાંજના સમયે ભારે ટ્રાફિકજામ
મીનેશ ધોળકિયાએ જણાવ્યું હતું કે, કતારગામ વિસ્તારમાં સવારે અને સાંજના સમયે ભારે ટ્રાફિક રહે છે. કામકાજ અર્થે નીકળતા લોકોએ તમામ ચાર રસ્તાઓ પર ટ્રાફિકમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. તેના કારણે સમય અને પેટ્રોલ-ડીઝલનો પણ વ્યય થઇ રહ્યો છે. ટ્રાફિકની સમસ્યા કેવી રીતે હલ કરવી તે એક મોટો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ કોર્પોરેશનની સામે આવીને ઊભો રહ્યો છે. કેટલાક વિસ્તારમાં ફ્લાયઓવર બ્રિજ છે. તેના કારણે ટ્રાફિક થોડું હળવું થઈ રહ્યું છે. પરંતુ જ્યાં ફ્લાયઓવર નથી તેવા વિસ્તારમાં આજે પણ ટ્રાફિકની ભારે સમસ્યા છે.
પીવાના પાણી અને ડ્રેનેજ લાઇનનું પાણી આવતું હોવાની ફરિયાદ
જીતુ ગરાસિયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે વડીલો અને બાળકોના સ્વાસ્થ્ય ઉપર મોટી અસર થાય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પીવાના પાણી અને ડ્રેનેજ લાઇનનું પાણી આવતું હોવાની ફરિયાદ અમે વારંવાર ઝોનમાં અરજી કરી હોવા છતાં હજુ સુધી તેનો યોગ્ય નિકાલ આવ્યો નથી. જે અમારા માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે. સ્થાનિક કોર્પોરેટરો અને તે અંગે અમે સમયાંતરે રજૂઆત કરતા આવ્યા છીએ પરંતુ કોઈ નક્કર પગલા લેવાયા નથી.
ગોતાલાવાડી ટેનામેન્ટનો સૌથી મહત્વનો પ્રશ્ન
પૂર્વ મેયર ડો.જગદીશ પટેલના મતવિસ્તાર એવા કતારગામ વિસ્તારના ગોતાલાવાડી ટેનામેન્ટનો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. રી-ડેવલપમેન્ટ અંતર્ગત આ ટેનામેન્ટને ફરીથી બનાવવાનું કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું. તેના દ્વારા એ શરત પણ કરવામાં આવી હતી કે જ્યાં સુધી ટેનામેન્ટના લોકોને તેમનું ઘર ન મળે ત્યાં સુધી તેમને ભાડું ચૂકવવામાં આવશે પરંતુ તે ભાડું પણ ચૂકવવામાં આવ્યો નહોતું અને તેના કારણે જે પરિવારો ટેનામેન્ટમાં રહેતા હતા તેમણે ભાડાના ઘરમાં રહીને પોતે ભાડું ચૂકવવાનું વખત આવ્યો હતો. જે એક મોટો પ્રશ્ન સ્થાનિક સ્તર પર સર્જાયો હતો. આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં સત્તાધીશો નિષ્ફળ નિવડ્યા હતાં.
ચોમાસામાં નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો
ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળતો હોય છે. ઘણા એવા નીચાણવાળા વિસ્તારો છે. જેમાં પાણીનો ભરાવો ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ જતો હોય છે. અને તેના કારણે આસપાસમાં રહેતા લોકો મચ્છર જન્ય રોગોથી મુશ્કેલીમાં મૂકાતા હોય છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.