સરકારની મંજૂરી બાકી:વરિયાવમાં ડ્રેનેજ કામગીરી શરૂ, રસ્તો પણ મોટો કરાશે

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડતરરૂપ વૃક્ષો હટાવવાનું કોકડું વણઉકેલ્યું
  • રોડ વિસ્તરણ માટે સરકારની મંજૂરી બાકી

વરિયાવ ખાતે આખરે ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યાં રસ્તો પણ નિર્માણ કરવાની તૈયારી પાલિકાએ કરી છે. પરંતુ હજી સુધી નડતરરૂપ વૃક્ષો દૂર કરવા અંગે મંજુરીની પાલિકા રાહ જોઈ રહી છે.

વરિયાવનો શહેરમાં સમાવેશ થયાંને 10 વર્ષ વિતી ગયા છે ત્યારે રાજ્ય ધોરી માર્ગ વિસ્તરણ કામગીરી મહાપાલિકા પાસે આવી છે. ત્યાં 150 ફૂટનો મંજુર આઉટર રિંગરોડ છે પરંતુ વરિયાવ પાસે માંડ 40 ફૂટનો જ રસ્તો રહી જાય છે, રસ્તામાં નડતરરૂપ વૃક્ષો હોય કાપવામાં આવે તો ડ્રેનેજ, પાણી લાઈન નાંખી રસ્તાની કામગીરી કરી શકાય પરંતુ રાજ્ય સરકારમાં અંતિમ મંજુરી મળી નથી. ત્યારે ખુલ્લી જગ્યાઓ પર વરિયાવ ખાતે રાઇઝીંગ મેઇન ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી ની શરૂઆત કરવામાં આવી છે ત્યાં રસ્તો પણ બનાવવામાં આવશે.

બે ક્વેરી દૂર કરાઈ હતી, કામ સરકારમાં ફાઇનલ સ્ટેજમાં છે
વરિયાવની જગ્યા બાબતે આવેલી બે ક્વેરી ઉકેલી છે. સરકારમાં હવે આ કામ ફાઇનલ સ્ટેજમાં છે. મંજુરી બાદ નડતરરૂપ વૃક્ષો દૂર કરીને રાજ્ય ધોરીમાર્ગનું વિસ્તરણ આગળ ધપાવાશે. જ્યાં જગ્યાઓ છે ત્યાં ડ્રેનેજ નાંખવાની શરૂઆત થઈ છે ત્યાં રસ્તો પણ બનાવાશે, તેવું ઝોનનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...