લાભ:ઉધનામાં સામેલ નવા વિસ્તારમાં 193 કરોડના ખર્ચે ડ્રેનેજ નખાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પારડી-કણદે, તલંગપુર સહિતને લાભ થશે
  • આગામી દિવસમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે

મહાનગર પાલિકાની હદમાં સમાવિષ્ટ થયેલા 27 ગામ અને 2 નગર પાલિકામાં પ્રાથમિક સુવિધા આપવા પાલિકાએ ભાર મૂક્યો છે. ઉધના ઝોનમાં નવા ભળેલા પારડી-કણદે, તલંગપુર, પાલી, ઉંબેર ગ્રામ પંચાયત તેમજ કનકપુર અને સચિન નગરપાલિકા વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્ક નાંખવાના રૂપિયા 193 કરોડના અંદાજ ડ્રેનેજ કમિટિની મળેલી બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા છે.

ડ્રેનેજ કમિટી ચેરમેન વિક્રમભાઇ પાટીલે જણાવ્યું કે, હાલ આ વિસ્તારોમાં મહત્તમ ઈન્ડસ્ટ્રીયલ એરિયા હોય અને ગીચ વસતી ધરાવતો વિસ્તાર હોવાથી તાકીદે સુએઝ સિસ્ટમ નાંખવા માટેના અંદાજને મંજુરી અપાઇ છે. આ વિસ્તારનું ગંદું પાણી નજીકની ખાડી મારફતે મીંઢોળા નદીમાં ડિસ્ચાર્જ થાય છે. પારડી-કણદે, સચિન નગરપાલિકા, તલંગપુર, ઉંબેર, પાલી સહિતના મોટેભાગના વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક નથી.જેના કારણે ગંદા પાણીના નિકાલની સમસ્યા છે.

અને જે વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક છે તેનું ગંદુ પાણી પણ ખાડી મારફતે મીંઢોળા નદીમાં ડિસ્પોઝ થઇ રહ્યું છે. અને આ વિસ્તારોની મોટા ભાગની સોસાયટીમાં ખાળકુવા હોય, ગંદુ પાણી સોસાયટીઓમાં ઉભરાય છે. જેથી તાકીદે સુએઝ સિસ્ટમ નાંખી ડ્રેનેજ નેટવર્ક, સુએઝ પંપીગ સ્ટેશનો, રાઈઝીંગ લાઈન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરેની સુવિધા ઉભી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...