શહેરમાં નવા સમાવિષ્ટ રાંદેર વિસ્તારના ઇચ્છાપોર, ભાઠા અને ભાટપોર વિસ્તારમાં સુઅરેઝ સિસ્ટમ નાંખવાના 88 કરોડના અંદાજને ગટર કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા છે. રાંદેર ઝોન વિસ્તારમાં ભેંસાણ ગૃપ ગ્રામ પંચાયત (ભેંસાણ, ઓખા, વણકલા, વિહેલ, ચીચી), મલગામા, ઇચ્છાપોરગ્રામ પંચાયત, ભાઠા અને ભાટાપોર વિસ્તારનો સમાવેશ થયો હતો. નવા વિસ્તારમાં આરોગ્યલક્ષી સુવિદ્યા માટે ડ્રેનેજ નેટવર્ક, સુએઝ પમ્પીંગ સ્ટેશન તથા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતની કોઇ સુવિદ્યા નથી. ઇચ્છાપોર અને ભાટપોરમાં ડ્રેનેજની યોગ્ય સુવિદ્યા ન હોવાથી આ વિસ્તારનું ડ્રેનેજનું મલિન જળ નજીકની ખાડીમાં ટ્રીટમેન્ટ કર્યા વગર ડીસ્પોઝ કરાય છે.
કોસાડ એસ.ટી.પીથી તેના ખાડી સુધી આરસીસી ટ્રીટેટ વેસ્ટ વોટર ડીસ્પોઝલ લાઇન નંખાશે
હયાત વરિયાવ કોસાડ ખાતેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કેચમેન્ટ હેઠળના વિસ્તારમાં ભવિષ્યના વસ્તીવધારાને ધ્યાને રાખી હયાત 134 એમએલડી ક્ષમતાને 220 એમએલડી સુધી વિસ્તૃતિકરણ કરાશે. આ એસટીપી પ્લાન્ટથી તેના ખાડી સુધી 1800 મીમી વ્યાસની નવી આરસીસી ટ્રીટેડ વોટર ડીસ્પોઝલ લાઇન જીપીસીબીના નોમ્સ અનુસાર નાંખવાની જરૂરિયાત ઉભી થઇ છે. જેના માટે અંદાજે 63 કરોડના ખર્ચનો અંદાજ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.