સુરત મહાનગરપાલિકાના આઉટર રીંગરોડની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને જાન્યુઆરી 2024માં પહેલો ફેઝ ખુલ્લો મૂકવા માટે આયોજન થઈ રહ્યું છે. આઉટર રિંગરોડ પ્રોજેક્ટ માટેની કામગીરી દરમિયાન ગત ચોમાસામાં આઉટર રીંગરોડ પર ટીપી સ્કીમ નંબર 84માં રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો હતો. આ સમસ્યાનો નિકાલ આવે તે માટે પાલિકા તંત્રે આ વિસ્તારમાં આઉટર રીંગરોડની બન્ને તરફ સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક ઉભુ કરવા આયોજન કર્યું છે.
રીંગરોડની કામગીરીમાં ગત ચોમાસામાં કેટલીક મુશ્કેલી પડી હતી
આઉટર રીંગરોડના પ્રથમ ફેઝના કુલ 17.31 કિલોમીટરનો રૂટ છે. આ રૂટને ડેવલપ કરવા માટે 486 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના કારણે ગઢપુર રોડ, સુરત કામરેજ રોડ મોટા વરાછા, ભરથાણા, કોસાડની નવી કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત આ રોડના કારણે અંદાજે 10 કિલોમીટર અંતરમાં પણ ઘટાડો થશે. પાલિકાએ આઉટર રીંગરોડની કામગીરીમાં ગત ચોમાસામાં કેટલીક મુશ્કેલી પડી હતી તે આગામી ચોમાસામાં નહી પડે તેવું આયોજન થઈ રહ્યું છે.
સમસ્યાના નિવારણ માટે વરસાદી ગટર બનાવવાનું આયોજન
આઉટર રીંગરોડ સાથે જોડાયેલા ટીપી સ્કીમ કોસાડ-ભરથાણા-મોટા વરાછા અને અબ્રામામાં ગત ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો થયો હતો. આ સમસ્યાના નિવારણ માટે પાલિકાએ 56.23 કરોડના ખર્ચે વરસાદી ગટર બનાવવાનું આયોજન કર્યું છે અને આ ખર્ચ માટે ડ્રેનેજ કમિટિએ અંદાજોને મંજુરી આપી છે. પાલિકાના મહત્વકાંક્ષી એવા આઉટર રીંગરોડ પ્રોજેક્ટના રોડની સ્ટેબિલિટી કોઈ જોખમ ન આવે તેમાટે આ વર્ષે જ વરસાદી ગટર બનાવી દેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.