તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુદ્ધિનું દેવાળું:સુરતના છાપરાભાઠામાં રસ્તાથી એક ફૂટ ઉપર ડ્રેનેજ લાઇન નખાઈ, સાત વર્ષથી રોડ ન બન્યો, સ્થાનિક રહીશો ત્રસ્ત

સુરત24 દિવસ પહેલા
ડ્રેનેજની લાઈનની ટાંકી પણ રોડ પર જ બનાવવામાં આવી છે.
  • ડ્રેનેજ લાઇનની ઉંચાઇ વધુ હોવાથી રોડ ન બન્યો

સુરત શહેરના છાપરાભાઠામાં ડ્રેનેજ લાઇન બિછાવવામાં મનપા અધિકારીઓએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે. રસ્તાના લેવલ કરતા એક ફૂટ ઊંચાઇએ ડ્રેનેજ લાઇન બિછાવવામાં આવી છે. જેથી સાત વર્ષથી રસ્તો બની શક્યો નથી. ચોમાસામાં પાણી ભરાતા રસ્તા પર કાદવ-કીચડને કારણે સ્થાનિક રહીશો કંટાળી ગયા છે.

પ્રાથમિક સુવિધા માટે રહીશો વલખાં મારી રહ્યા છે
અમરોલી-છાપરાભાઠા વિસ્તારનો વર્ષ 2006માં સુરત મનપાની હદમાં સમાવેશ થયો હતો. પંચાયત સમયમાં આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ બની ગઇ હતી. આ સોસાયટીઓમાં વર્ષોથી પ્રાથમિક સુવિધા માટે રહીશો વલખાં મારી રહ્યા છે. છાપરાભાઠા વિસ્તારમાં પટેલ પાર્ક સોસાયટી પાસે સ્ટાર ગેલેક્સી એપાર્ટમેન્ટ આવેલું છે. સ્ટાર ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસે ડ્રેનેજ વિભાગ દ્વારા વર્ષો પહેલા ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી. પંચાયત સમયની ડ્રેનેજની લાઇન નાની પડતી હોવાથી મોટી લાઈન નાખવામાં આવી હતી.

ઠેર-ઠેર ડ્રેનેજ લાઈન બહાર દેખાઈ રહી છે.
ઠેર-ઠેર ડ્રેનેજ લાઈન બહાર દેખાઈ રહી છે.

રસ્તાની ઉપર માટી પુરાણ કર્યું હોવા છતાં ડ્રેનેજ લાઇન બહાર દેખાઈ રહી છે
સ્થાનિક લોકોએ જણાવ્યા અનુસાર મનપાના અધિકારીઓએ ડ્રેનેજ લાઇન નાખવામાં બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હતું. ડ્રેનેજ લાઇનના ભૂંગળા રસ્તાના લેવલથી એક ફૂટ ઉપર નાખવામાં આવ્યા હતા. રસ્તાની ઉપર માટી પુરાણ કર્યું હોવા છતાં ડ્રેનેજ લાઇન દેખાઇ રહી છે. જેથી, સાત વર્ષથી રસ્તો બની શક્યો નથી. અનેક મીટર સુધી લાઇન રસ્તાની ઉપર દેખાય છે. લાઇનની ઉંચાઇ વધુ હોવાથી પાકા ડામર રોડ બન્યો નથી. ચોમાસામાં રસ્તા પર પાણી ભરાઇ રહેતા કીચડનું સામાન્ય સર્જાય છે. પાલિકામાં લોકોએ અનેકવાર ફરિયાદો કરી છે. અધિકારીઓ સ્થળ તપાસ માટે આવે છે. પરંતુ. લાઇન લેવલનું કામ આજદીન સુધી થયું નથી. દુકાનદારો અને એપાર્ટમેન્ટના રહીશો કાચા રસ્તાને કારણે કંટાળી ગયા છે. યોગ્ય આયોજન વગર ડ્રેનેજ લાઇન નાખવામાં આવતા લોકોના લાખો રૂપિયાનો વ્યય થયો છે.

ડ્રેનેજની લાઇનનો ઢાળ રસ્તાની લેવલની ઊંધી દિશામાં આપવામાં આવ્યો હતો તેથી ડ્રેનેજ લાઇન લીકેજ થઈ હતી.
ડ્રેનેજની લાઇનનો ઢાળ રસ્તાની લેવલની ઊંધી દિશામાં આપવામાં આવ્યો હતો તેથી ડ્રેનેજ લાઇન લીકેજ થઈ હતી.

ડ્રેનેજ લાઇનનો ઢાળ ઊંધી દિશામાં આપ્યો: સ્થાનિક
સમગ્ર પ્રકરણમાં સ્થાનિક નાગરિક હસમુખ પરમારે જણાવ્યું કે, ડ્રેનેજની લાઇનનો ઢાળ રસ્તાની લેવલની ઊંધી દિશામાં આપવામાં આવ્યો હતો તેથી ડ્રેનેજ લાઇન લીકેજ હતી. લાઇન લીકેજ હોવાથી અને ત્રણ વર્ષથી ફરિયાદ કરતા હતા. અંતે ડ્રેનેજની લાઇનને બીજું જોડાણ આપ્યું હોવાથી લીકેજ બંધ થયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો