તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલી:સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. શૈલેષની બદલી, ડો.રાગિણીને ચાર્જ સોંપાયો

સુરત7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શબાનાનો મૃતદેહ સુશિલાના પરિવારને સોંપવાના મુદ્દે કાર્યવાહી
 • ડો. શૈલેષ પટેલે તબિયત સારી રહેતી ન હોવાનું કારણ આપ્યું

મંગળવારે કોરોના સંદર્ભે એકાએક સુરત દોડી આવેલા આરોગ્ય સચિવ જયંતિ રવિએ સિવિલ મેડિકલ કોલેજમાં બેઠક યોજી હતી, જેમાં તાત્કાલિક નિર્ણય લઇને સિવીલ હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક ડો. શૈલેષ પટેલની બદલી કરીને ગાયનેક વિભાગના ડો. રાગિણી વર્માને ચાર્જ સુપરત કરાયો છે. જો કે અગાઉ રાગિણી વર્માને સિવિલ હોસ્પિટલનો વહીવટ સોંપવામાં આવ્યો હતો. તેમને પણ અગાઉ હટાવવામાં આવ્યા હતા. એ પછી ફરી વાર ડો. રાગિણી વર્માને હવાલો સોંપવામાં આવ્યો છે.

જો કે મુખ્ય તબીબી અધિક્ષકની બદલી અંગે ડો. શૈલેષ પટેલે જણાવ્યુ હતંુ કે છેલ્લા કેટલાક દિવસોથી તબિયત સારી રહેતી ન હોવાનું આરોગ્ય વિભાગને લેખિત જાણ કરી હતી. જેના કારણે બદલી થઇ છે. ઉલ્લેખનિય છે કે કોરોનાની મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લીધે મોતને ભેટેલી બે અલગ અલગ ધર્મની મહિલાઓની લાશ પરિવારજનોને સોંપવામાં ભૂલ થઇ જતા મુસ્લિમ મહિલાના અંતિમ સંસ્કાર થઇ ગયા હતા

જેને પગલે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા અને લોકોનો ભરોસા સિવિલ હોસ્પિટલ પરથી ડગી ગયો હતો. આ ઉપરાંત સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર અંગે ગંભીર ફરીયાદો અને હાલમાં જ ચોથા વર્ગના કર્મચારીઓના પગારના મુદ્દે હડતાળ જેવા મુદ્દાની રાજય આરોગ્ય તંત્રે ગંભીર નોંધ લીધી હતી.

અગાઉ ડો.રાગિણી વર્માને હટાવાયા હતા
​​​​​​​ગાયનેક વિભાગના ડો. રાગીણી વર્માને અગાઉ પણ સિવિલનો વહીવટ આપવામાં આવ્યો હતો. બાદમાં તેમને પણ પદ પરથી હટાવી લેવામાં આવ્યા હતાં અને તેમને અન્ય જવાબદારી સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો