તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર સ્ટિંગ ફોલોઅપ:ટોસિલિઝુમેબ મંગાવનાર ડૉ.સંજય લાડુમોર પકડાયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો. સંજય લાડુમોર. - Divya Bhaskar
ડો. સંજય લાડુમોર.

ટોસિલિઝુમેબ બ્લેકમાં વેચવાના કેસમાં ઉમરા પોલીસે પોલીસે વરાછાની પી.પી. માનિયા હોસ્પિટલના આરએમઓ અને મૂળ ભાવનગરના હાલ સારોલીમાં રહેતા 25 વર્ષીય ડો. સંજય જાદવ લાડુમાેરની ધરપકડ કરી છે. ડો. સંજયની સાથે આ કેસમાં અત્યાર સુધી 3 તબીબ સહિત કુલ 9ની ધરપકડ કરાઇ છે. ડો.સંજયને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ નહીં માંગતા કોર્ટે તેને જેલ કસ્ટડીનો હુકમ કર્યો હતો.

દિવ્ય ભાસ્કરે એસઓજી ને સાથે રાખીને કરેલા સ્ટિંગમાં ટ્રાઇસ્ટાર હોસ્પિટલની ડો.હેતલ કથિરિયાએ 2.70 લાખમાં ટોસિલિઝુમેબનો સોદો કર્યો હતો. ઇન્જેક્શનની ડિલિવરી કરવા જતા હેતલના પિતા રસિકને એસઓજીએ ઝડપી પાડ્યો હતો.ડો. સંજયે તેની માતા માટે તેના મિત્ર ડો. શૈલેષ કે જે ટોસિલિઝુમેબ પ્રિસ્ક્રાઇબ કરવાની લાયકાત ધરાવતો ન હોવા છતાં તેની પાસે ઇન્જેક્શન મંગાવ્યું હતું. જેથી પોલીસે ડો. સંજયની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...