ડો. જીગીશા આપઘાત કેસ:ડો. જીગીશા આપઘાત કેસમાં સ્મીમેર હોસ્પિટલના સિનિયર તબીબોને ક્લીનચીટ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • તપાસ કમિટીએ અહેવાલ રજૂ કર્યો

સ્મીમેર હોસ્પિટલમાં ગર્લ્સ હોસ્ટેલમાં મહિલા રેસીડેન્ટ તબીબે પોતાના હાથ પર ઘેનના ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈ આપઘાત કરવાના કેસમાં તપાસ કમિટીએ રિપોર્ટ સબમિટ કર્યો છે. જો કે, તપાસમાં આપઘાતનું કોઈ ચૌક્કસ કારણ સામે આવ્યું નથી. એકંદરે સ્મીમેરના સીનીયર તબીબો દ્વારા હોસ્પિટલમાં વર્કલોડ કે હેરેસમેન્ટ બાબતે કમિટી દ્વારા ક્લીનચીટ આપી દેવામાં આવી છે.

મૂળ મહુવાની વતની અને સ્મીમેરમાં ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને ગાયનેક વિભાગમાં પીજીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ડો. જીગીશા પટેલ(26) 24 ઓકટોબરે હોસ્ટેલમાં પોતાના રૂમમાં ડાબા હાથમાં ઘેનના ઈન્જેક્શન પ્રોપાફોલ અને મીડાઝોલામનો વધુ પડતો ડોઝ લઈ જીવન ટુંકાવ્યું હતું. સવારે રૂમ પાર્ટનર ડો. ત્રીપલ ડ્યુટી પુરી કરી રૂમ પર ગઈ ત્યારે દરવાજો અંદરથી બંધ હતો.

માર્શલોની મદદથી દરવાજો તોડતા જીગીશા મૃત હાલતમાં હતી. જેતે સમયે કામના ભારણ તેમજ સિનિયર રેસીડન્ટ તબીબોના ત્રાસના કારણે તેણે પગલું ભર્યું હોવાની ચર્ચા ઉઠી હતી. આ કેસમાં તપાસ કમિટીની રચના કરાઈ હતી. 3 વિભાગના વડાઓની બનેલી કમિટી દ્વારા તપાસ પૂર્ણ કરી ડીનને રિપોર્ટ સબમીટ કરી દેવાયો છે. કમિટી દ્વારા પ્રોફેસર, ટીચર, સીનીયર રેસિડેન્ટ, નર્સ અને સફાઈ કામદાર સહિત 20 વ્યક્તિઓના નિવેદન લીધા હતા. પરંતુ તેમાં જીગીશાને વધું પડતું વર્કલોડ હોય કે સીનીયર દ્વારા હેરેસમેન્ટ કરાતું હોય તેવું એક પણ નિવેદન સામે આવ્યું નથી.

વર્કલોડ કે હેરેસમેન્ટ થયું હોય તેવું કોઈ તથ્ય મળ્યું નથી
ડીન ડો. જીતેન્દ્ર દર્શને જણાવ્યું હતું કે કમિટી દ્વારા તપાસનો રિપોર્ટ સબમીટ કરી દેવાયો છે. પ્રોફેસર થી લઈ સફાઈ કામદાર સુધી વિસ્તરતી વ્યક્તિઓના નિવેદનો કમિટી દ્વારા લેવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરની જિંદગી સાથે કંઈક થયું હોય કે વધુ વર્ગ હોય તેના કારણે તેણે આપઘાત કર્યો હોય એવું કોઈ તથ્ય સામે આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...