તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:ઘરેથી ભણતા DPSના વિદ્યાર્થીને કોરોના, પિતાનો ચેપ લાગ્યો હતો, પિતા મુંબઇથી ત્રણ દિવસ પહેલા સુરત આવ્યા હતા

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલો શરૂ થાય બાદ વિદ્યાર્થીઓ સંક્રમિત થવા માંડતા ચિંતા

શહેરમાં શાળાઓ ખુલ્યા બાદ એક પછી એક વિદ્યાર્થીઓ સંક્રમિત થઇ રહ્યા છે ત્યારે દિલ્હી પબ્લીક સ્કૂલનો ધો. 8ના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જો કે, આ વિદ્યાર્થી સ્કૂલમાંથી સંક્રમિત થયો નથી. તે હાલમાં ઘરેથી જ ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યો હતો. હજુ સ્કૂલ શરૂ ન થતાં તે ઘરથી જ અભ્યાસ કરતો હતો.

આ વિદ્યાર્થીના પિતા ત્રણ દિવસ અગાઉ જ સંક્રમિત થયા હતા. જેથી પિતાના સંપર્કમાં આવતા તેને પણ ઇન્ફેકશન લાગી ગયું હતું. થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીના પિતા બાયરોડ મુંબઇ ગયા હતા ત્યાંથી પરત ફર્યા બાદ સંક્રમિત થયા હતા. વિદ્યાર્થી વેસુ વિસ્તારમાં રહે છે. પાલિકાની ટીમે દિલ્હી પબ્લીક સ્કૂલમાં 32ના ટેસ્ટ કર્યા હતા. જેમાંથી એક પણ કેસ પોઝિટીવ મળ્યો નથી.

શહેરમાં નવા 3 કેસ, જિલ્લામાં એક પણ નહીં
શહેરમાં સોમવારે કોરોનાના નવા 3 કેસ નોંધાયા હતા જ્યારે જિલ્લામાં એક પણ કેસ નોંધાયો ન હતો.અત્યાર સુધીમાં કુલ 143616 લોકો કોરોના ગ્રસ્ત બની ચુક્યા છે.સોમવારે શહેરમાં 1 અને જિલ્લામાં 1 વ્યક્તિ કોરોના મુક્ત બની હતી.હાલ શહેર જિલ્લામાં 60 એક્ટિવ કેસ છે.

સોમવારે કરાયેલા ટેસ્ટ

ઝોનનું નામસ્કૂલ, કોલેજ, ક્લાસિસટેસ્ટપોઝિટિવ
સેન્ટ્રલ51690
વરાછા-એ72320
વરાછા-બી41370
વેસ્ટ43700
નોર્થ3880
ઉધના-એ73440
ઉધના-બી2500
અઠવા1200
લિંબાયત123140
કુલ4517240

ચાલુ મહિનામાં શહેરમાં કોરોનાના નવા કેસ

તા.કેસઉંમર
1131-40
230-10, 11-20,50+
3250+
4321-30,41-50,50+
5311-20, 50+

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...