ફરિયાદ:સગરામપુરામાં દહેજ ભૂખ્યા પતિએ કહ્યું ‘શરીર વેચીને પૈસા લઈ આવ’

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 વર્ષીય પરિણીતાએ 9 મહિના પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા

સગરામપુરા વિસ્તારમાં રહેતી પરિણિતાને તેના પતિ સહિત સાસરિયાઓએ દહેજ માટે ત્રાસ આપ્યો હતો. પતિએ પત્નીને કહ્યું કે, તું શરીર વેચીને રૂપિયા લઈ આવ. જેથી પરિણીતાએ મહિલા પોલીસમાં ફરિયાદ આપી છે. વાડી ફળિયા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય પ્રિયંકા( નામ બદલ્યું છે)એ ડિસે.2020માં આરોપી કાર્તિક રાણા( રહે. સગરામપુરા) સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

લગ્નના બે મહિલા સુધી પ્રિયંકાએ પતિ, સાસુ, નણંદે સારી રીતે રાખ્યું હતું. ત્યાર બાદ નાની-નાની વાતે હેરાન કરી ત્રાસ આપતા હતા. કાર્તિક પ્રિયંકાને કહેતો કે, તારા બાપે તારી મોટી બહેનને આટલા બધા દાગીના આપ્યા છે. તેથી તારા બાપ પાસેથી 15 તોલા સોનુ, એસી, ફ્રીજ લઈ આવ. ત્યાર બાદ તેઓએ રોકડા 3 લાખ રૂપિયા માંગ્યા હતા. સાસુએ પરિણીતાને તમાચો મારી દીધો હતો. પ્રિયંકા કોઇને જણા ન કરી શકે તે માટે ફોન પણ તોડી નખાયો હતો. પતિએ કહ્યું હતું કે, તું ધંધો કર, શરીર વેચ પરંતુ રૂપિયા લઈ આવ. તનેે મેં બહુ ભોગવી લીધી છે. તું મારૂં પૈસા કમાવવાનું સાધન છે. પ્રિયંકાએ તમામ વિરુદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...