ફરિયાદ:દોઢ વર્ષથી પિયર રહેતી પરણીતાની સાસરિયાના 7 વિરુદ્ધ દહેજની ફરિયાદ

પલસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના 16 વર્ષે પતિનો અન્ય મહિલા સાથે આડો સંબંધ બહાર આવ્યો

લગ્નના 16 વર્ષ બે સંતાનની માતા ઘરકાંકસથી કંટાળી તેમજ પતિના અન્ય સ્ત્રી સાથેના અફેરની બાબતે ઝઘડો તથા સાસરિયાએ દહેજની માંગણી કરી પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા દોઢ વર્ષ અગાઉ પરણીતા પોતાના પિયર આવી ગઈ હતી. આજદિન સુધી પતિ તેમજ સાસરિયા ફોન નહિ કરતા અને તેડવા નહિ આવતા પરણીતાએ પતિ સહિત સાસરિયાના 7 વિરુદ્ધ મહિલા પોલીસ મથકના દહેજ પ્રતિબંધ અધિનીયમ હેઠળ ફરિયાદ કરી હતી.

હાલ પલસાણા તાલુકાના કરાળા ગામે ખુમાનસિંહની વાડીમાં પોતાના પિતાના ઘરે રહેતી સુનિતાબેન રમાકાંત અખાડે (35 ) ના લગ્ન 12 માર્ચ 2006 રોજ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના સિંધખેડા તાલુકાના પીપ્રાલ ગામે રહેતા રમાકાંત વસંત અખાડે સાથે થયા હતા. લગ્ન બાદ સુનિતા પતિ સાથે તેના ઘરના જેઠ -જેઠાણી મોટી નણંદ તેના બાળકો તેમજ સાસુ સસરા સાથેના સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. લગ્ન જીવન દરમિયાન તેમને 16 વર્ષીય દીકરી અને 14 વર્ષીય દીકરો છે. લગ્નના 6 મહિના બાદ જ પતિ રમાકાંત સુનિતા સાથે નાની નાની બાબતે ઝઘડો કરતો હતો.

મારઝૂડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. અંદાજીત અઢાર મહિના અગાઉ પતિ રમાકાંતના મોબાઈલમાં સુનિતાએ “આઈ લવ યુ “તેમજ “આઈ મિસ.યુ” લખેલા મેસેજ વાંચ્યા હતા, જે મેસેજ બાબતે પતિને પૂછતાં પતિએ ઉશ્કેરાયને” એ તારી સોતનના મેસેજ છે “એમ કહી સુનિતાને મારી હતી અને “તને છોડી શકું પરંતુ તારી સોતનને નહી “એમ કહ્યું હતું જે બાબતે સુનિતા એ સાસુ સસરા અને મોટી નણંદ અને જેઠ જેઠાણીને વાત કરતા તેઓએ પતિને સમજવાના ને બદલે સાસુએ “ તું તારા પિયરથી કઈ લાવી નથી માટે તું અહીં થી નિકળ “ એમ કહ્યું હતું જ્યારે સસરાએ સુનિતાને તારે જો અહીં રહેવું હોય તો પિતાના ઘરેથી 10 લાખ રૂપિયા લઈ આવ જો નહિ લાવે તો ગાડીમાંથી પેટ્રોલ કાઢી તારી પર નાખી સળગાવી દઈશું એમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, જે બાદ મોટી નણંદના દીકરીએ પણ સુનિતાને મારવાની કોશિશ કરી હતી.

આમ બોલાચાલી થતા સુનિતાને પતિએ ઘરની બહાર કાઢી મૂકી હતી. ઘટના અંગે સુનિતાએ પિતાને ફોન કરતા પિતા 10 દિવસ બાદ સુનિતાને તેડી લાવ્યા હતા. હાલ સુનિતા પોતાના પિતા સાથે રહી પ્રાઇવેટ નોકરી કરી પોતાના બે સંતાનો સાથે ગુજરાન ચલાવે છે. લગ્નના 16 વર્ષ બાદ બે સંતાન હોવા છતાં પતિના અન્ય સ્ત્રી સાથેનાં સબંધ હતા. પતિ તેમજ સાસરિયા આજદિન સુધી ફોન નહિ કરતા કે તેડવા નહિ આવતા સુનિતાએ પતિ રમાકાંત અખાડે, સસરા વસંત અખાડે સાસુ સુમન અખાડે, જેઠ ગિરીશ અખાડે, મોટી નણંદ મંગળ સપકાળે તેનો પુત્ર રાહુલ સપકાળે તેમજ શોભાબેન અડકમોલ વિરુદ્ધ મહિલા પોલીસમાં ઘરેલુ હિંસા તેમજ દહેજ પ્રતિબંધ અધિનીયમ હેઠળ ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...