તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલાયો:સુરતના કોસાડ આવાસમાં થયેલા ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો, પોલીસે હત્યાના આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી લીધા

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમરોલી પોલીસે હત્યાના ત્રણેય આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. - Divya Bhaskar
અમરોલી પોલીસે હત્યાના ત્રણેય આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  • ત્રણ સ્થાનિકો દ્વારા સાયકલ ચોરી કરવા મામલે માર મારવામાં આવ્યો હતો

અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં ડબલ મર્ડરના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. ચોરી કરવાના વહેમમાં લોકોએ માર માર્યો હતો. ત્રણ સ્થાનિકો દ્વારા સાયકલ ચોરી કરવાના મામલે માર મારવામાં આવ્યો હતો. લાકડાના ફટકા અને દિવાલમાં અફડાવીને માર મરાયો હતો. જેથી ઈજાગ્રસ્તનું સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અમરોપી પોલીસે હત્યાના આરોપીઓ સામે ગુનો નોંધીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાયકલ ચોરીના વહેમમાં હત્યા કરનારા આરોપીને ઝડપી લેવામાં આવ્યાં છે.
સાયકલ ચોરીના વહેમમાં હત્યા કરનારા આરોપીને ઝડપી લેવામાં આવ્યાં છે.

સારવાર દરમિયાન મોત થયેલું
ફરીયાદી રાજેશ ઉર્ફે રાજુ સુરેજાભાઇ પ્રધાન (ઉં.વ.60) રહે.ધરતીનગર કોસાડ એચ/4, પાસે આવેલ ખુલ્લી જગ્યાના ઝુપડામાં અમરોલી સુરત મૂળ રહે મલ્લીકેશવ જિ.ગંજામ (ઓડિશા) નાઓ તેમના મિત્રો ટકલા તથા કાલીયાનાઓને ગત 9મી માર્ચના રોજ રાત્રીના આશરે પાંચેક વાગ્યાના સમયે ત્રણ અજાણયા ઇસમો ઉંમર વર્ષે આશરે 25 થી 30 નાઓએ માર મારી જીવલેણ ઇજાઓ પહોચાડી નાસી ગયા હતા. બાદમાં ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

લાકડાના ફટકા ઝીકીને હત્યા કરવામાં આવી હતી.
લાકડાના ફટકા ઝીકીને હત્યા કરવામાં આવી હતી.

બન્નેના મોત થયા હતા
ફરીયાદી રાજેશ ઉર્ફે રાજુ અને તેનો મિત્ર ક્રિષ્ના ઉર્ફે ટકલો ઉર્ફે નારાયણ નિરંજન બારીક (ઉ.વ.35)જેનું 10મી માર્ચના રોજ મોત થયું હતું. જેથઈ પોલીસે ડબલ મર્ડરનો ગુનો નોંધી તપાસ આદરી હતી. પોલીસની અલગ અલગ અલગ-અલગ ટીમો બનાવી બાતમીના આધારે આરોપીઓ (1) ગંગાધર સૌમનાથ ખટાઇ (ઉ.વ.23)રહે.એચ/4, બિ.નં.25/એ/05. કોસાડ, અમરોલી સુરત મૂળવતન ગામડુરા પોસ્ટ,બેલાગૌડા થાના.ભંજનગર જી.ગંજામ (ઓડિશા) (2) રબિન્દર ઉર્ફે રવિ વિપ્ર સ્વાંઇ (ઉ.વ.26)રહે.એચ/4, બિ.ને.26/બી/09, કોસાડ, અમરોલી સુરત મૂળવતન ગામધીયા પાળા પોસ્ટ.ભંજનગર થના.ભંજનગર જી.ગામ (ઓડિશા) (3) રાજા સુભાષ પ્રધાન (ઉ.વ.26)રહે,એચ/4, બિ.ને 257/બી/18, કોસાડ, અમરોલી સુરત મૂળવતન ગામ પળોસરા, ખંડેશર શેરી, પોસ્ટ.પણોસરા થાના.પળોસરા જી.ગામ (ઓડિસ્સા) નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...