કોરોના સુરત LIVE:બીજા ડોઝના રસીકરણમાં વધારો કરાયો, આજે 189 સેન્ટર પર વેક્સિનેશન થશે

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કોરોના કેસનો આંકડો વધીને 1,44,003 થયો

સુરતમાં તહેવારો બાદ કોરોનાને માથું ઊંચકતો રોકવા પાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. વેક્સિનેશનની સાથે ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. કોરોના કેસનો આંકડો વધીને 1,44,003 થયો છે. મોલ, મલ્ટીપ્લેકસ, હોટલ-રેસ્ટોરન્ટ સાથે ગેમ ઝોન અને જીમમાં પણ રસી લીધી હોય તેને જ પ્રવેશ આપવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે જાહેર સ્થળો પર પણ વેક્સિન લીધી હોય તેને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બીજા ડોઝ માટે રસીકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આજે 189 સેન્ટર પર રસીકરણ ચાલી રહ્યું છે.

શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 31 થઈ
શહેરમાં 3 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ ૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 14400૩ થઈ ગઈ છે. રવિવારે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. રવિવારે શહેરમાંથી 2 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141856 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. રવિવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 31 થઈ છે.

રસીકરણની ઝડપી કામગીરી યથાવત
શહેરમાં પ્રથમ ડોઝ માટે 32 સેન્ટર પર જ જ્યારે 133 સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. જ્યારે 8 સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. 2 સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે. જ્યારે 14 સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આજે 189 જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.