તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં સોમવારે કોરોનાની સ્થિતિ શું છે, પાલિકા શું કામગીરી કરી રહી છે, હાલ કોરોનાનું સંક્રમણ ક્યાં સુધી પહોંચ્યું છે? વગેરે જેવી એ તમામ બાબતો કે તમે એક જ જગ્યા પર સુરતની હાલની સ્થિતિ વાંચી શકો છો, તે તમામ માહિતી પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવી છે. વાંચો તેમના જ શબ્દોમાં..
માસ્કનો અમલ નહી કરે તો આખા શહેરને નુકશાન થઈ શકે તેમ છે.
ઈન્ફેકશન અટકાવવા મોક ડ્રીલ શરૂ કરાશે | ઇન્ફેકશન જ્યાં છે ત્યાં કેવી રીતે રોકવી અને લોકોએ શું શું કાળજી રાખવી જોઈએ, કોઈ ઈન્ડસ્ટ્રીએ શું કાળજી રાખવી જોઈએ, શાકભાજીના લારીવાળાએ શું કાળજી રાખવી જોઈએ, એ કરિયાણા દૂકાન હોય દવા દૂકાન હોય એ તમામ લોકો માટે એક પ્રચાર કરવા જઈ રહ્યાં છીએ તેઓએ શું કરવું, શું નહી કરવું તેનું મોક ડ્રીલ શહેરમાં શરૂ કરવા જઈ રહ્યાં છે. તમામ લોકો મોકડ્રીલમાં ભાગ લે અને ખાસ કરીને કોઈ પણ વ્યક્તી જો સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો અમલ નહી કરે તો આખા શહેરને નુકશાન થઈ શકે તેમ છે.
46 સુપર સ્પ્રેડર્સ શાકભાજી, કરિયાણા, ડેરીના છે તેથી ખુબ જ કાળજી રાખો
-કોઈ પણ વ્યક્તિ ઘરેથી બહાર ખરીદી માટે જાય કોઈ પણ કરિયાણાની દુકાન હોય શાકભાજીની કે દવાની દુકાન હોય ત્યારે વસ્તુઓના આદાન પ્રદાન સમયે ખાસ કરીને નાણાં અને વસ્તુઓના આદાન પ્રદાન થાય આપણે ઈચ્છીએ કે બોક્સના હિસાબે જ લોકો લઈ આવે, પૈસાને ટચ નહીં કરવામાં આવે, તો ઈન્ફેકશન ખુબ જ સારી રીતે કન્ટ્રોલ કરી શકે.
-શાકભાજી લેતી વખતે લોકો એક એક વસ્તુને પકડી પસંદ કરીને લે છે. લોકોને વિનંતી છે કે, એવું ના કરો કેમકે એમાંથી ચેપ વધારે લાગવાની શક્યતા છે.
-ખરીદી કરી ઘરે આવો ત્યારે હાથ વ્યવસ્થિત રીતે ધોવા. શાકભાજીને બેકિંગ સોડા અથવા સોલ્ટથી ધોવા જોઈએ, ઘરે આવતાં પહેલા પગરખાં, ડોર હેન્ડલ, બેલ વગેરે જે ઉપયોગમાં આવે તેને ડિસઇન્ફેક્ટ કરવા જોઇએ.
ઉધનામાં પંચશીલ નગર-1 ના 6777 લોકો ક્લસ્ટર જાહેર ઉધનામાં પંચશીલનગર-૨, રેવાનગર અને દેવચંદનગરની વિસ્તારના 1000 ઘરોમાં રહેતા 4512 લોકોને ક્લસ્ટર જાહેર કરી ફરજીયાત હોમ ક્વોરોન્ટાઇનમાં રહેવા હુકમ કરાયો છે. પંચશીલનગર-1 ના1475 ઘરોમાં રહેતા 6777 લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.