વાલીઓને અપીલ:જો બાળકોને શરદી, ખાંસી અને તાવ હોય તો સ્કૂલ મોકલવા નહીં: પાલિકા

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • કોરોનાના વધતા કેસ વચ્ચે સોમવારથી શાળાઓ શરૂ થઇ રહી છે
  • પ્રથમ, બીજો, પ્રિકોશન ડોઝ બાકી હોય તેમને વેક્સિન લેવા અપીલ

સુરત શહેર સાથે રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. શુક્રવારે શહેરમાં ૯ કેસ નોંધાયા હતા. હાલમાં જે રીતે કેસો વધી રહ્યા છે તે જોતા આગામી દિવસમાં ડબલ ડિઝિટમાં કેસ આવે તેવી સંભાવના છે. શહેરમાં વધી રહેલા કેસ વચ્ચે સોમવારથી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થનાર છે ત્યારે તકેદારીના ભાગરૂપે સુરત મહાનગર પાલિકાએ શરદી, ખાસી, તાવ જેવા સામાન્ય લક્ષણો હોય તેવા વિદ્યાર્થીઓને સ્કૂલે ન મોકલવા વાલીઓને અપીલ કરી છે. હાલમાં સમર વેકેશનમાં લોકો ફરીને પરત આવી રહ્યા છે.

આ સાથે કેસોની સંખ્યા વધી રહી છે. મોટાભાગના કેસ ટ્રાવેલ હિસ્ટ્રીવાળા આવી રહ્યા છે. વેકેશન પુર્ણતાના આરે છે અને સોમવારથી શાળાઓ પણ શરૂ થઈ રહી છે ત્યારે બાળકોને પણ સાવચેતી રાખવી જરૂરી છે. આ સિવાય મહાનગર પાલિકાએ વધતાં કેસોને ધ્યાનમાં લઇ જે લોકોના જે લોકોના પ્રથમ ડોઝ અને બીજો તેમજ પ્રિકોશન ડોઝ લેવાનો બાકી છે તે તમામને તાકીદે રસીકરણ કરી લેવા જણાવ્યું છે.

એરપોર્ટ પર 52 લોકોનું આરટીપીસીઆર કરાયું
સુરતઃ પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે નવસારીના કાર્યક્રમમાં હાજર રહેવા પૂર્વે સુરત એરપોર્ટ ખાતે આવ્યા હતા. જેને લઇ સુરત એરપોર્ટના સ્ટાફ કુલ 52 લોકોના આરટીપીસીઆર કરવામાં આવ્યા હતા. ઉપરાંત વડાપ્રધાનના પ્રોટોકોલ પ્રમાણે એરપોર્ટ સ્ટાફ, સિક્યુરીટી સ્ટાફ તથા સ્વાગત માટે હાજર તમામના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એરપોર્ટ પર સ્વાગત વખતે તમામ લોકો માસ્કમાં જોવા મળ્યા હતા.

હોમ આઇસોલેશન કરી સારવાર આપવા તાકીદ કરી
મહાનગર પાલિકાએ તકેદારીના ભાગરૂપે જે બાળકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય તેમના વાલીઓને આવા બાળકોને તાકીદે ક્વોરોઇન્ટાઇન કરીને હોમ આઇસોલેશનમાં સારવાર આપવા જણાવ્યું છે. જેથી સંભવિત સંક્રમણથી બાળકોનો બચાવ કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...