તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ રક્તદાતા દિવસ:સુરતના ડોક્ટર પ્રફુલ્લે 174 વખત રક્તદાન કર્યું, ડબલ સેન્ચુરીનું લક્ષ્ય

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડોક્ટર પ્રફુલ્લ શિરોયા 200થી વધુ વખત બ્લડ ડોનેશન કરી લોકોના જીવ બચાવવામાં મદદ કરશે. - Divya Bhaskar
ડોક્ટર પ્રફુલ્લ શિરોયા 200થી વધુ વખત બ્લડ ડોનેશન કરી લોકોના જીવ બચાવવામાં મદદ કરશે.
  • કોલેજના અભ્યાસ દરમિયાન જ મિત્રો સાથે રક્તદાન કરવાની શરૂઆત કરી હતી

આજે વિશ્વ રક્તદાતા દિવસ છે, ત્યારે ગુજરાતમાં ગણતરીના એવા લોકો છે કે તેમણે પોતાના જીવનકાળમાં સૌથી વધુ વખત બ્લડ ડોનેશન કરી લોકોને નવજીવન આપ્યું છે. એવા જ એક બ્લડ ડોનર સુરત ખાતે રહે છે તેઓ પોતે ડોક્ટર છે અને જાણે છે કે કટોકટીમાં જ્યારે લોહીની જરૂરિયાત દર્દી ને હોય તો શું સ્થિતિ સર્જાય છે. તેમણે અત્યાર સુધીમાં 174 વખત બ્લડ ડોનેશન કરી માનવતા મહેકાવી છે. ડોક્ટર પ્રફુલ્લ શિરોયા આટલી વખત બ્લડ ડોનેશન કરીને પણ સંતોષ પામ્યા નથી. તેઓએ જીવનમાં ટાર્ગેટ રાખ્યો છે કે, પોતાના જીવનમાં તેઓ 200થી વધુ વખત બ્લડ ડોનેશન કરી લોકોના જીવ બચાવવામાં મદદ કરશે. ઘનશ્યામ વસાણી બિરલાએ 29 વર્ષમાં 93 વખત લોહીદાન કરી એક ઉદાહરણ બની ગયા છે.

અભ્યાસ દરમિયાન રક્તદાન કરવાનું શરૂ કર્યું
રેડ ક્રોસ સોસાયટી સુરતના પ્રમુખ ડો.પ્રફુલ્લ શિરોયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં હું 174 વખત રક્તદાન કરી ચુક્યો છું. રક્તદાન માટે પ્રેરણા મને ત્યારે થઈ જ્યારે હું મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ત્યારે અનેક વાર હોસ્પિટલમાં જવાનું થતું અને ગરીબ લોકો હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હતા. તેઓને લોહીની જરૂરત પડતી અને લોહી નહીં મળવાને કારણે તેમનું મૃત્યુ પણ થઈ જતું. ત્યારે અમારું હદય દ્રવી ઉઠતું હતું. ત્યારે મેં અને મારા 25 જેટલા મિત્રોએ તેમના માટે રક્તદાન કરવું જોઈએ એ વિચાર કરી રક્તદાનની શરૂઆત કરી હતી.

બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે.
બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે.

રક્તદાન જેવું મોટું કોઈ દાન નથી
જીવનમાં ટાર્ગેટ ઘણા બધા હોય છે. પરંતુ જ્યારે રક્તદાનની વાત કરું ત્યારે મેં 174 વખત બ્લડ ડોનેશન કર્યું છે અને ત્યાર પછી પણ બે સેન્ચુરી પૂરી કરવા માટે હજુ મારે 25 વાર ડોનેશન કરવાનું છે. બે સેન્ચ્યુરી પૂર્ણ કરવા માટે 25 વખત કદાચ હોલ બ્લડ ડોનેશન ન કરી શકું તો SDP આપું તો આ 200 વખત રક્તદાન થઈ જશે. એવી ભગવાનને પ્રાર્થના કરું છું કે, દરેક વ્યક્તિ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને લોહીની જરૂરીયાત હોય છે ત્યારે સ્વૈચ્છિક રીતે લોકો આગળ આવી રક્તદાન કરે કારણ કે રક્તદાન જેવું મોટું કોઈ દાન નથી.

ડોનેશન કેમ્પ યોજીને 17 હજાર કરતા પણ વધારે બોટલો એકત્ર કરવામાં આવી.
ડોનેશન કેમ્પ યોજીને 17 હજાર કરતા પણ વધારે બોટલો એકત્ર કરવામાં આવી.

આઠ બ્લડ બેન્કોમાં બ્લડ ડોનેશન કર્યું
ઘનશ્યામ વસાણી બિરલાએ જણાવ્યું હતું કે, મેં મારા જીવનમાં લોહી આપવાની શરૂઆત 26 વર્ષથી કરી હતી. આજે મને 55 વર્ષ 1લી એપ્રિલે થયા ત્યાં સુધીમાં મેં 93 વખત બ્લડ ડોનેશન કર્યું છે. સુરતમાં લગભગ આઠ બ્લડ બેન્કો છે. આ તમામ બ્લડ બેન્કોને બ્લડ ડોનેશન કેમ્પ યોજીને 17 હજાર કરતા પણ વધારે બોટલો મારા દ્વારા અપાઈ છે. દસ વર્ષ પહેલા વિચાર આવ્યો કે, ઉનાળામાં બ્લડની જરૂરિયાત વધારે હોય છે, ત્યારે મેં સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન નામની NGOની શરૂઆત કરી. આ NGOના માધ્યમથી અલગ-અલગ બ્લડ કેમ્પનું આયોજન શહેરમાં કરવામાં આવે છે. જેથી જરૂરિયાતમંદ દર્દીને સમયસર લોહી મળી શકે.