તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત:અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ માટે જૈન સમાજ દ્વારા 11 કિલો ચાંદીનું દ્રવ્ય અર્પણ કરાયું

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તપાગચ્છાધિપતિના હસ્તે જૈન સમુદાયના અગ્રણીઓ અને આચાર્ય સહિતની હાજરીમાં ચાંદી અપાયું હતું. - Divya Bhaskar
તપાગચ્છાધિપતિના હસ્તે જૈન સમુદાયના અગ્રણીઓ અને આચાર્ય સહિતની હાજરીમાં ચાંદી અપાયું હતું.
  • 92 વર્ષીય તપાગચ્છાધિપતિના હસ્તે ચાંદી અપાયું
  • મંદિર નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે નવકાર જાપ કરાશે

રામજન્મભૂમિ અયોધ્યામાં 5મી ઓગસ્ટે થનારા રામમંદિર ભૂમિપૂજન-શિલાન્યાસ પ્રસંગે 92 વર્ષીય તપાગચ્છાધિપતિના હસ્તે જૈન સમાજ દ્વારા 11 કિલો ચાંદીના દ્રવ્યનું અર્પણ કરવામાં આવ્યું છે. આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોની હાજરીમાં આ દાન કરવામાં આવ્યું હતું.

અયોધ્યામાં ચાંદી મુકાશે
92 વર્ષીય તપાગચ્છાધિપતિ જૈનાચાર્ય મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજા તથા તપાગચ્છીય પ્રવરસમિતિના કાર્યવાહક, મહામાંગલિક પ્રદાતા, ગચ્છાધિપતિ જૈનાચાર્ય વિજય અભયદેવસૂરીશ્ર્વરજી મ.સા.ના આશીર્વાદથી જૈનાચાર્ય બુદ્ધિસાગરસૂરિ જૈન સમાધિ મંદિર ટ્રસ્ટ-વીજાપુર તથા શુભ મંગલ ફાઉન્ડેશન-ગુરુરામપાવન ભૂમિ-સુરતના ટ્રસ્ટીગણના શુભ હસ્તે 11 કીલો રજત દ્વવ્ય અર્પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (પ્રાંત કાર્યવાહક યશવંતભાઈ ચૌધરી, અને સુરત શહેર કાર્યવાહક સુરેશભાઈ માસ્ટર)તથા વિશ્વ હિન્દુ પરિષદ્ (સુરત શહેર ઉપાધ્યક્ષ વિક્રમજી શેખાવત) વગેરેની હાજરીમાં કરાયું હતું. આ 11 કિલો રજતદ્વવ્ય અયોધ્યા ખાતે મુકાશે.

સમગ્ર રાષ્ટ્ર આ કાર્યમાં ભાગ લે
જૈનાચાર્ય આ ભૂમિપૂજન-શિલાન્યાસ પ્રસંગને મંદિર નિર્માણ કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય તે હેતુસર સમગ્ર જૈન સમાજમાં સહુને વધુને વધુ નવકાર મહામંત્રનો જાપ, માંગલિક આયંબિલનો તપ, જિનાલયમાં પ્રભુભક્તિસ્વરૂપ સ્નાત્ર મહોત્સવ, અંગરચના, સાંજે આરતી-મંગળદીવો કરવા દ્વારા દીપોત્સવ કરી સદ્ભાવના પ્રગટ કરવા પ્રેરિત કરવામાં આવ્યાં છે. રાષ્ટ્રના સમગ્ર સમાજોએ નિર્માણ થનાર ઐતિહાસીક રામંદિરમાં ભાગ લેવો જોઈએ તેમ વધુમાં જણાવ્યું હતું.