તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Domestic Air Travel From Surat Became More Expensive Due To Declining Passenger Numbers, Air Fares Increased From 500 To 1200

ભાવવધારો:મુસાફરો ઘટતાં સુરતથી ડોમેસ્ટિક હવાઈ મુસાફરી મોંધી બની, એરફેરમાં 500થી 1200 સુધીનો વધારો ઝીંકાયો

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
સુરત એરપોર્ટ - ફાઇલ તસવીર
  • કોરોના કહેર અને લોકડાઉનથી પડેલો ફટકો મુસાફરો પાસેથી વસૂલ કરાશે

સુરત એરપોર્ટ પરથી હવાઇ મુસાફરી કરવી હવે મોંઘી બની છે. એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ, ઇન્ડિગો અને સ્ટાર એર એરલાઇન્સે પોતપોતાના એરફેરમાં રૂ. 500થી 1200 સુધીનો વધારો ઝીંકી દીધો છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કોરોના વાઇરસના કહેર તેમજ ઉપરાછાપરી લાગેલા નાના મોટા લોકડાઉનને પગલે હવાઇ મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જેને કારણે તમામ એરલાઇન્સની આવક પર ઘટી જતાં મોટી ખોટ પડી છે. તેવામાં જ નાગરિક ઉડ્યન મંત્રાલયે તમામ એરલાઇન્સને પોતાના એરફેરમાં 12.5 ટકા સુધીનો વધારો કરવાની છૂટ આપી છે.

એરલાઇન્સોના અધિકારી સૂત્રો કહે છે કે આ વર્ષમાં ચોથી વખત એરફેરમાં વધારો થયો છે. 21 જૂને એરફેરમાં 15 ટકાનો વધારો કરાયો હતો. જો કે, આ વધારો જેટના ફ્યૂલના ભાવોને ધ્યાને રાખીને આપવામાં આવ્યો છે. હવેથી 90-120, 120-150, 150-180 અને 180-210 મિનિટની હવાઇ મુસાફરીનાં ભાડાંની લઘુતમ મર્યાદા અનુક્રમે રૂ. 5300, રૂ. 6700, રૂ. 8300, અને રૂ. 9800 નિર્ધારિત કરવામાં આવી છે.

આ રીતે ભાવ વધ્યા

ફ્લાઇટજૂનાનવાવધારો
દિલ્હી45005100600
બેંગ્લોર54006000600
જયપુર480059001100
હૈદરાબાદ470059001200
પટના430054001100
ગોવા45005100600
કોલકાતા56006100500
ચેન્નાઇ34003600700
ભુનેશ્વર490059001000
બેલગામ32003800600
કિશનગઢ41004800700

ઇન્ડિગોની દિલ્હી અને ચેન્નાઇ ફ્લાઇટ ફરી શરૂ
ઇન્ડિગો એરલાઇન્સે દિલ્હી અને ચેન્નાઇ ફ્લાઇટ ફરી શરૂ કરી છે, જેમાં દિલ્હીની ફ્લાઇટ 1 સપ્ટેમ્બરથી ડેઇલી અને ચેન્નાઇની ફ્લાઇટ 2 સપ્ટેમ્બરથી મંગળ, ગુરૂ અને શનિ એમ 3 દિવસ ઓપરેટ કરાશે. સુરત એરપોર્ટ પર દિલ્હીની ફ્લાઇટ 14ઃ05 કલાકે આવીને 14ઃ35 કલાકે જશે, જ્યારે ચેન્નાઇની ફ્લાઇટ 17ઃ40 કલાકે આવીને 18ઃ10 કલાકે ઉપડશે.