તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રુરતા:વેસુમાં રોડ ઉપર બાઈકસવારે કૂતરાને દોરડું બાંધી ઘસડતાં મોત, દ્રશ્ય જોઈ લોકો ચોંક્યા, પોલીસે ગુનો નોંધ્યો

સુરત21 દિવસ પહેલા
 • શ્વાન સાથે ફરી બેરહેમીપૂર્વકની ઘટનાથી ફીટકાર
 • ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થયો

સોમવારે શહેરની વેસુ ભગવાન મહાવીર કોલેજ પાસેના રોડ પર એક અમાનવીય દ્રશ્ય સામે આવ્યું હતું.બાઈક સવાર બે વ્યક્તિઓ એક શ્વાનને દોરડા બડે બાંધી બાઈક વડે ઘસડી રહ્યા હતા.શ્વાનના ગાળામાં ફંદો લગાવીને એક યુવક બાઈક પાછળ બેસી કૂતરાને ઘસડી રહ્યો હતો.જીવતા શ્વાનને આવી રીતે ઘસડતો લઈ જવાય રહ્યો હોવાનું પસાર થઇ રહેલા વાહનચાલકોએ જોતા વાહન ચાલકો ચોંકી ઉઠ્યા હતા.એનિમલ એક્ટિવિસ્ટની ફરિયાદ બાદ પોલીસે 3 સામે ગુનો નોંધ્યો છે.જેમાં બેની અટકાયત થઈ હોવાનું સામે આવ્યું છે.

એક વાહન ચાલકે યુવકોને અટકાવી આવું ન કરવા જણાવ્યું હતું પણ ત્યાં સુધીમાં શ્વાનનું મૃત્યુ થઇ ચૂક્યું હતું.વાહન ચાલકે આખી ઘટનાનો વિડીયો ઉતારી સોસીયલ મીડિયા પર ફરતો કરી દીધો હતો.જીવતા શ્વાનને બેરહેમીપૂર્વક ઘસડી રહેલા યુવકો પર ચારેકોરથી ફિટકાર વરસાવવામાં આવ્યો હતો.શ્વાન સાથે અમાનવીય કૃત્ય કરનાર બંને યુવકો જીજે 05 એમએ 7359 નંબરની બાઈક પર સવાર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો