ગાડી ચલાવવામાં મુશ્કેલી:અશ્વનિકુમાર રોડ ઉપર કૂતરાનો જમાવડો, વાહનચાલકો પરેશાન

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કરના રૂબરૂ કાર્યક્રમમાં લોકોએ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો

દિવ્ય ભાસ્કર દ્વારા દરેક વોર્ડમાં લોકોની સમસ્યા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધી પહોંચે તે હેતુથી રૂબરૂ કાર્યક્રમનું આયોજન કરાય છે. જેમાં ગત રવિવારે યોજાયેલા વોર્ડ નંબર 4 અને 5ના રૂબરૂ કાર્યક્રમ દરમિયાન કેટલાક નાગરિકોએ રખડતા કૂતરાઓનો ત્રાસ અને રખડતા ઢોરનો રસ્તા વચ્ચે જામતો જમાવડો વગેરે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

અશ્વનિકુમાર વલ્લભાચાર્ય રોડ થી ધરમનગર રોડ તરફ જતા રસ્તા વચ્ચે જ ઊભેલા જોવા મળતા હોય છે. જેને લઈને વાહનચાલકોને ગાડી ચલાવવામાં મુશ્કેલી વેઠવી પડે છે. ઘણી વખત તો અકસ્માત પણ સર્જાય છે. આ બાબતે તંત્રને અનેક વખત ફરિયાદ કરાઈ છે છતાં આંખ આડા કાન કરતું હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

તેવીજ રીતે રાત્રિના સમયે કુતરાઓના ટોળેટોળાં રસ્તા પર ફરતા જોવા મળતા હોય છે એકલદોકલ વ્યક્તિ મોટરસાયકલ લઈને અથવા પગપાળા ચાલતા હોય તો તેની પાછળ દોડે છે તેના લીધે કેટલાક લોકોના વાહનો પડી જવાના કિસ્સાઓ પણ બનતા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ બંને સમસ્યાઓ સત્વરે દૂર થાય તે માગણી સ્થાનિક લોકોએ કરી છે

અન્ય સમાચારો પણ છે...