પાલિકાએ વિચિત્ર નોટિસ ફટકારી:પાલિકાએ કહ્યુ, ‘કુતરા-બિલાડી રાખવા પરવાનો જરૂરી‘, ફ્લેટધારક સુરતીઓએ કહ્યુ, ‘કયા કાયદા હેઠળ પરવાનો લેવાનો’

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેસુના મંગલમ હાઈટ્સમાં કુતરા-બિલાડી મુદ્દે પાલિકાએ નોટિસ ફટકારી

વેસુમાં રહેતી મહિલાને પોતાના ફલેટમાં માર્કેટ ખાતાની મંજૂરી વિના કુતરા- બિલાડી રાખવા બદલ પાલિકાએે નોટિસ ફટકારી છે. વેસુ સ્થિત મંગલમ હાઇટસમાં રહેતી નંદની ગુલાબ દેસાઇને અઠવા ઝોને નોટિસ ફટકારી કહ્યું કે, ફલેટમાં કુતરા-બિલાડી રાખો છો. જે અવાજનું ન્યુસન્સ તો કરે જ છે પણ શૌચક્રિયાના કારણે રહીશોને ગંધ આવે છે. પશુને રહેણાંક મકાનમાં રાખવા પાલિકાના માર્કેટ ખાતા તથા આરોગ્ય ખાતાનો પરવાનો લેવાનો હોઇ જે ગુના બદલ જાણ કરાઈ છે.

પશુઓ રહેણાંક સ્થળેથી નહીં ખસેડાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. જો કે પાલિકાએ આપેલી આ નોટિસનો નંદની દેસાઇએ ખુલાસો આપતો જવાબ આપ્યો કે, મળમુત્ર સાફ કરી જતુંનાશક દવા નાંખીએે છે. પ્રાણીઓ પાળવા ક્યાં કાયદા હેઠળ પરવાનો લેવાનો તેનો જવાબ પાલિકા પાસે માંગ્યો છે.

પ્રાણીઓ પાળવા માર્કેટ ખાતાનો પરવાનો જરૂરી
કોઇપણ વ્યકતિ ઘરમાં પ્રાણી પાળે છે તો નિયમ પ્રમાણે માર્કેટ ખાતા અને આરોગ્ય વિભાગમાંથી પરવાનો લેવાનો હોઇ છે. આ કેસમાં સ્થાનિકોની ફરિયાદ આવતા પાલિકાએ કાર્યવાહી કરી છે. પરવાનો લેવા સંદર્ભે માર્કેટ ખાતાને રિપોર્ટ કર્યો છે. > પિયુષ પટેલ, આરોગ્ય નિરીક્ષક

સ્ટ્રીટ ડોગના ત્રાસથી પાલનપુરના લોકો સદ‌્ભાવના ઉપવાસ પર બેઠા
પાલનપુર જકાતનાકાની ભક્તિ ધર્મ ટાઉનશીપના રહીશોએ શ્વાનના ત્રાસને લઈ સ્વતંત્રતા દિવસેે સદભાવનાં ઉપવાસ કર્યા હતા. મનપાને ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં ન લેવાયા નથી. શ્વાન હટાવવા પ્રયાસ કરાય તો જીવદયા પ્રેમીઓ ખોટા કેસ કરે છે.અશોક મોહનાણીએ કહ્યુંં,70થી 80 શ્વાન હોવાથી બાળકો-વૃદ્ધોમાં ભય સતત રહે છે. આ સમસ્યા ખૂબ જ ચિંતાજનક છે. જેનો ઉકેલ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...