• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Documentary In Local Languages Of 80 Countries Will Be Made And Broadcast For 6 Months For The Promotion And Dissemination Of Diamond Bourse.

ભાસ્કર વિશેષ:ડાયમંડ બુર્સના પ્રચાર અને પ્રસાર માટે 80 દેશોની સ્થાનિક ભાષામાં ડોક્યુમેન્ટ્રી બનાવી 6 મહિના સુધી પ્રસારિત કરાશે

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડાયમંડ બુર્સ કમિટીએ એજન્સી સાથે બેઠક કરી પ્રચાર માટે રણનીતિ ઘડી

ખજોદ ખાતે સુરત ડાયમંડ બુર્સના નિર્માણનું કાર્ય 100 ટકા પૂર્ણ થઈ ગયુ છે, ત્યારે હવે વિશ્વના દેશોમાં તેનો પ્રચાર કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડાયમંડ બુર્સ કમિટી દ્વારા ગુરૂવારે એજન્સી સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 80 દેશોની સ્થાનિક ભાષામાં ડોક્યુમેન્ટ્રી બનાવી પ્રસાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 22-22 મિનિટના અલગ અલગ એપિસોડ બનાવી 80 દેશોમાં 6 મહિના સુધી પ્રસારિત કરવામાં આવશે. એ પહેલા આગામી 5મી જૂનના રોજ ગણેશ સ્થાપના કરી 4200 દિવાની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

22 મિનિટના એપિસોડ
વૈશ્વિક સ્તરે ડાયમંડ બુર્સનું પ્રમોશન થાય તે રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. જે એજન્સી સાથે કરાર કરવામાં આવશે તે એજન્સી દ્વારા 22 મિનિટના અલગ અલગ એપિસોડ બનાવાવમાં આવશે. જે એપિસોડ 80 દેશોમાં અલગ અલગ સમયે પ્રસારિત કરવામાં આવશે.

દિવાળી પહેલા ઉદ્ઘટાન
ડાયમંડ બુર્સનું કામ પૂર્ણ થઈ ગયું છે. અમુક ઓફિસ હોલ્ડરો દ્વારા પરવાનગી લઈને ફર્નિચર કરવાની શરૂઆત પણ કરી દિધી છે. હવે પીએમ તારીખ આપે તેની રાહ જોવાઈ રહી છે. દિવાળી પહેલા જ ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવાનું આયોજન કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

પજેશન અપાઇ ગયું છે
ડાયમંડ બુર્સનું કામ પૂર્ણ થઇ જતાં તમામ ઓફિસ હોલ્ડરને પજેશન આપી દેવાયું છે. ફર્નિચર માટે ઓફિસ હોલ્ડરે ડાયમંડ બુર્સ કમિટિની પરવાનગી લેવાની હોવાથી 450થી વધારે હોલ્ડરોએ ફર્નિચર માટેની પરવાની માંગી પણ લીધી છે, ટૂંક સમયમાં તેમને પરવાનગી આપી દેવામાં આવશે.

‘સુરત ડાયમંડ બુર્સ એ વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ છે, ત્યારે સમગ્ર વિશ્વને ડાયમંડ બુર્સ વિશે જાણી શકે તે માટે પ્રચાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે એક એજન્સી સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ બધુ જ નક્કી છે. ડાયમંડ બુર્સનું ઉદ્ધઘાટન થાય તે પહેલા પ્રચાર કરવાનું શરૂ કરી દેવામાં આવશે.’ - મથુર સવાણી, ડાયમંડ બુર્સના ડિરેેક્ટર

અન્ય સમાચારો પણ છે...