તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાનો પહેલો કેસ સુરતમાં નોંધાયાના 9 મહિના બાદ સ્થિતિ સુધરી રહી છે. કોરોના દર્દીની સારવાર કરી રહેલાં ડોક્ટરો પહેલાં ઉપરથી નીચે સુધીનું શરીર ઢંકાઈ રહે એની કાળજી રાખતા હતા, હવે સાવ ઉલટું છે ડોક્ટરો માત્ર માસ્ક પહેરીને દર્દીઓને ચકાસી રહ્યા છે. ડોક્ટરો કહે છે કે, જેમને કોરોના થઈને સારો થયો છે તેઓ હાલ આ પ્રકારે સારવાર કરી રહ્યા છે. સારવાર કરનારા કેટલાંક ડોક્ટરોનો એક સૂર એ છે કે મોટાભાગનાને કોરોના થઈ ગયો હોય હાલ તેમને ચેપ લાગવાનો ખતરો નથી. આથી જ તેઓ વીના પીપીઇ કીટમાં સારવાર કરી રહ્યા છે. એવા ડોક્ટરો પણ છે જે આ પ્રકારની સારવાર કરવાની પધ્ધતિને ખતરો ગણાવી રહ્યા છે. તેઓ કહે છે કે જો બીજો પીક આવે તો પાછી પીપીઇ કીટ પહેરીને ડોક્ટરો સારવાર કરતા થઈ જાય.
9 મહિના પછી પણ અમારા રિપોર્ટમાં એન્ટીબોડી
ડો. સમીર ગામી કહે છે કે, હું શરૂઆતમાં પીપીઇ કીટ પહેરી જ સારવાર કરતો હતો, તેમ છતાં મને કોરોના થયો. હાલ હું અને મારા જેવા અનેક તબીબો હવે પીપીઈ કીટ પહેરતા નથી. માત્ર માસ્ક જ પહેરીને ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. નોર્મલ શરદી-ખાંસી દર્દીને ચેક કરતા હોય એ રીતે આવુ થવાના મુખ્ય બે કારણ છે. એક તો હાઉ ઓછો થઈ ગયો છે અને બીજુ હજી એવા ડોક્ટરો કે જેને કોરોના થયો હોય તેઓમાં એન્ટી બોડી છે. ઇટલીના રિપોર્ટમાં ડોક્ટરોને 10 માસ બાદ એન્ટી બોડી જોવા મળી છે. અમે પણ દર મહિને ચેક કરાવતા એન્ટી બોડી બતાવે છે.
અગાઉ કોરોના ન હતો, કીટ હતી, હવે ઓનલી માસ્ક
ડો. સંદિપ પટેલ કહે છે કે મને કોરોના થયો નથી. પહેલાં હુ પીપીઇ કીટ પહેરીને દર્દીને ચકાસતો હતો. હવે પીપીઇ કીટ નથી પરંતુ માસ્કની જ જરૂર છે. આ સ્થિતિ બદલાવા માટે અનેક કારણો છે. જેમકે વાયરસની તાકાત પહેલા જેવી નથી. હાલ હોસ્પિટલો ખાલી છે, હવે વેન્ટીલેટરની પણ એટલી જરૂર નથી, ઓક્સિજનની પણ ખપત ઓછી થઈ છે. એકબીજાનો ફેલાતો ચેપનો ઓછો થયો છે. જોકે, માસ્ક જરૂરી છે. વધુમાં કહ્યું કે આજે અમે સેનિટાઇઝેશન કરીએ છીએ, પહેલાં રોજ ત્રણવાર ન્હાતા હતા. આજે બે ટાઇમ સ્નાન કરીએ છીએ.
પારો 12 ડિગ્રી વચ્ચે માત્ર માસ્ક પહેરીને સારવાર
એપ્રિલ-મેની ગરમીમાં ડોક્ટરો પીપીઇ કીટ પહેરીને 50 ડિગ્રીમાં કામ કરતા હોય એવો અહેસાસ કરતા હતા, આજે 12 ડિગ્રી ઠંડી વચ્ચે માત્ર માસ્ક પહેરીને ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. જોકે, સિવિલ અને સ્મીમેરમા હાલ ડોક્ટરો પીપીઇ કીટ પહેરીને જ સારવાર કરી રહ્યા છે. સિટીમાં 36799 કેસ, 841 મોત અને 35172 દદી ડિસ્ચાર્જ થયા બાદ હાલ 1115 એક્ટિવ કેસ છે ત્યારે સ્થિતિ આવી છે.
સુરતમાં કોરોના સ્થિતિ
એન્ટીબોડીમાં વાંધો નહીં
‘મને કોરોના થયો હતો, પહેલા પીપીઇ પહેરતા હતા, હવે નથી પહેરતા. કેમકે હાલ એન્ટી બોડી છે. હું હવે ઇન્ડોર પેશન્ટ કે ઓપીડીમાં કીટ નથી પહેરતો. તકેદારી આજે પણ જરૂરી .’ > ડો.હિરેન ભાલાણી, સુરત
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.