તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Doctors Forget Piece Of Cloth Around Neck After Bead Surgery At Private Hospital In Surat, LIVE Video Of Out Piece Of Cloth

બેદરકારી:સુરતની ખાનગી હોસ્પિટલમાં થયેલા મણકાના ઓપરેશન બાદ ડોક્ટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા, કપડું કાઢતી વખતનો LIVE વિડિયો

સુરત8 દિવસ પહેલા
દશરથભાઈ શિવરાજભાઈ પટેલ અને તેમની ગરદનમાંથી કપડું કાઢવામાં આવ્યું એનો LIVE વિડિયો.
  • ઓપરેશનના 21 દિવસ બાદ CT સ્કેનમાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી
  • ગરદનના ભાગેથી પરુ સાથે કોટનના રેસા પણ બહાર આવતાં જોઈ સર્જન ડોક્ટર ચોંકી ગયા

સુરતની ખાનગી હોસ્પિટલમાં થયેલા મણકાના ઓપરેશન બાદ ડોકટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા હતા. ઓપરેશનના 21 દિવસ બાદ CT સ્કેનમાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી છે. ફરી સર્જરી કરી કપડું કાઢવામાં આવ્યું, એના દૃશ્યો LIVE વિડિયોમાં કેદ થયાં છે.

ઓપરેશન બાદ હાથ-પગ કામ કરવાના બંધ થઈ ગયા હતા
દશરથભાઈ શિવરાજભાઈ પટેલ (ઉં.વ. 60, રહે. ઉમિયાનગર, ડીંડોલી)ને હાથ-પગના દુખાવા બાદ ફેમિલી ડોક્ટરની સલાહ બાદ દશરથભાઈ મણકા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવવા ગયા હતા. 25 ઓગસ્ટના રોજ મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે તમામ રિપોર્ટ કઢાવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી 7 કલાક સુધી ઓપરેશન કર્યું હતું. આર્થિક ભીંસને લઈ ડોક્ટરે મા વાત્સલ્ય કાર્ડ બનાવવાની સલાહ અને એપ્રુલ મેસેજ આવે પછી ઓપરેશન કરવાનું જણાવ્યું હતું. ઓપરેશન બાદ હાથ-પગ કામ કરવાના બંધ થઈ ગયા હતા.

ગરદન પાસે મૂકેલા ઓપરેશનના કાપા (ચીરા) પાસેથી પરુ નીકળવાનું શરૂ થઈ ગયું
મણકાના સ્પેશિયાલિસ્ટને આ વિશે વાત કરતાં ઓપરેશન થયું છે એટલે એવું લાગે એમ તેમણે કહ્યું. તેમણે 3 દિવસ બાદ રજા આપી 10મા દિવસે ટાંકા કઢાવવા આવવાની સલાહ આપી હતી. રજા લીધાના 7મા દિવસે ગરદન પાસે મૂકેલા ઓપરેશનના કાપા (ચીરા) પાસેથી પરુ નીકળવાનું શરૂ થઈ ગયું હતું. મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને વાત કરતાં ડ્રેસિંગ કરી આવી જશે કહી દવા લખી આપી હતી. ડ્રેસિંગ બાદ પરુ નીકળવાનું વધી જતાં દશરથભાઈએ ફેમિલી ડોક્ટરને વાત કરી હતી, જેથી તેમણે સર્જનને બતાવવાનું કહેતાં તેઓ સર્જન ડોક્ટર પાસે ગયા હતા, જ્યાં CT સ્કેન કરાવતાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી હતી.

ઓપરેશનનો વિડિયો બનાવી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કઢાયું
ગરદનના ભાગેથી પરુ સાથે કોટનના રેસા પણ બહાર આવતાં જોઈ સર્જન ડોક્ટર ચોંકી ગયા હતા. સર્જને કહ્યું હતું કે આ ભૂલથી ગેગરીન પણ થઈ શકે અને મૃત્યુ પણ, જેથી ઓપરેશન કરી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કાઢવું પડશે. 15 સપ્ટેમ્બરના રોજ આખું ઓપરેશન વિડિયો બનાવી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કઢાયું હતું. બે દીકરી અને એક દીકરાના પિતાએ ગંભીર બેદરકાર ડોક્ટર મણકાના સ્પેશિયાલિસ્ટ સામે અઠવા પોલીસમાં વકીલ મારફત ફરિયાદ નોંધવા અરજી કરી છે.

સર્જન પણ ડો.મૌલિકની બેદરકારી જોઈ ચોંકી ઉઠ્યા
ઓપરેશન બાદ થયેલી સમસ્યાને કારણે સર્જનને દશરથભાઇના ઓપરેશન કરતા ગરદનના ભાગેથી પરુ સાથે કોટનના રેસા પણ બહાર આવતાં દેખાયા હતાં જેથી સર્જન પણ ચોંકી ગયા હતા. ત્યાર બાદ 15 સપ્ટેમ્બરના રોજ આખું ઓપરેશન વિડીયો બનાવી કોટન-કપડું કે ટિસ્યુ બહાર બહાર લાવવામાં આવ્યા હતાં. બે દીકરી અને એક દીકરાના પિતાએ આ બેદરકારી બદલ ડો. મૌલિક સામે અઠવા પોલીસમાં વકીલ મારફત ફોજદારી ફરિયાદ કરવામાં આવી છે.

બેદરકારીએ મારા પિતાને વ્હિલચેર પર લાવી દીધા
ડોક્ટરની બેદરકારીને લીધે મારા પિતા વ્હિલચેર પર આવી ગયા છે.હાલ મારા પિતાની સ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ છે. - વિમલ પટેલ,દર્દીનો દીકરો

ડો. મૌલિકે વાત કરવાનું ટાળ્યું
આ ઘટના વિશે વાત કરવા માટે ડો.મૌલિકનો ટેલિફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરાયા તેમણે ફોન ઉંચકવાનું વારંવાર ટાળ્યુ હતું.

અરજી આધારે ડોક્ટરને નિવેદન માટે બોલાવાશે
DK રાઠોડ (PSI અઠવા પોલીસ સ્ટેશન)એ જણાવ્યું હતું કે, અરજી મળી છે પીડિત પરિવારના નિવેદન લેવાઈ ગયા છે. આજે હોસ્પિટલના ડોક્ટરને નિવેદન માટે બોલાવાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો