તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચિત્ર કિસ્સો:સુરતના લિંબાયતમાં વિકૃત જાતિય સુખ મેળવતા વૃદ્ધના ગુપ્તભાગે ફસાયેલી પરફ્યુમની બોટલ 24 કલાક બાદ તબીબોએ બહાર કાઢી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલમાં તબીબોએ સારવાર આપ્યા બાદ વૃદ્ધ દવા લેવા જવાનું કહી જતા રહ્યાં હતાં.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
સિવિલ હોસ્પિટલમાં તબીબોએ સારવાર આપ્યા બાદ વૃદ્ધ દવા લેવા જવાનું કહી જતા રહ્યાં હતાં.(ફાઈલ તસવીર)
  • ક્ષોભજનક સ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં પહોંચેલા વૃદ્ધને તબીબોએ 5 મિનિટમાં રાહત આપી

સેક્સ્યુઅલ પ્લેઝર માટે લોકો ચિત્ર-વિચિત્ર હરકતો કરતા હોય છે. ઘણીવાર વ્યક્તિના ગુપ્તભાગમાં બોટલ, ગ્લાસ અને અન્ય વસ્તુઓ ફસાઈ જવાના કિસ્સાઓ સામે આવતાં હોય છે. ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં વિકૃત રીતે જાતિય ઈચ્છા સંતોષવા માટે પરફ્યુમની બોટલનો ઉપયોગ 56 વર્ષીય વૃદ્ધ કરી રહ્યા હતા એ દરમિયાન બોટલ તેમના પૃષ્ઠભાગે ફસાઈ ગઈ હતી. જેથી દુઃખાવા સાથેની ક્ષોભજનક સ્થિતિમાં વૃદ્ધને તેમના પુત્રો સિવિલ હોસ્પિટલ લાવ્યા હતાં. જ્યાં તબીબોએ પાંચ મિનિટમાં બોટલ બહાર કાઢી દેતા વૃદ્ધને રાહત મળી હતી.

શરૂઆતમાં વૃદ્ધે જૂઠાણું ચલાવ્યું
લિંબાયત વિસ્તારમાં રહેતા 56 વર્ષીય વૃદ્ધને બુધવારની રાત્રે પીડા સહન ન કરી શકતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. શરૂઆતમાં વૃદ્ધે કહ્યું કે, તેઓ મંગળવારની રાત્રે પલંગ પર સૂતા હતા તે દરમિયાન નીચે પડી જતાં પૃષ્ઠભાગમાં પરફ્યુમની બોટલ ઘુસી ગઈ છે. ઘરે ઘણા પ્રયત્નો કરવા છતાં બોટલ બહાર ન નીકળતા તેઓ સિવિલ હોસ્પિટલ દીકરાને લઈને આવ્યાં હતાં. જો કે સમગ્ર હકીકત અંગે મેડિકલ ઓફિસરે ખાનગીમાં પૂછતાં વૃદ્ધે ક્ષોભજનક સ્થિતિમાં હકીકત જણાવી હતી.

વૃદ્ધ સંતાનોને પણ ન કહી શક્યા
મેડિકલ ઓફિસરને એકાંતમાં વૃદ્ધે કહ્યું કે, તેઓ દિવેલ લગાવીને પરફ્યુમની બોટલથી વિકૃત જાતિય આનંદ મેળવી રહ્યા હતાં. એ દરમિયાન બોટલ છટકીને અંદર ફસાઈ ગઈ હતી. જેથી તેઓ ખૂબ પીડા અનુભવી રહ્યા હતાં. સંતાનોને કે અન્ય કોઈને કંઈ કહી ન શકાય તેવી સ્થિતિમાં મુકાઈ ગયા હતાં. આખરે દુઃખાવો અસહ્ય થતાં તેઓ અહીં આવ્યાં છે.

બોટલ બહાર નીકળતા વૃદ્ધ નાસી ગયા
સિવિલ હોસ્પિટલમાં તબીબોએ પાંચ જ મિનિટમાં બોટલ બહાર કાઢી આપ્યા બાદ વૃદ્ધને 30 મિનિટમાં જ આરામ મળી ગયો હતો. બાદમાં પોતે દવા લેવા જાય છે તેમ કહીને પુત્રને સિવિલમાં જ એકલો મુકીને નાસી ગયા હતાં.હોમોસેક્સ્યુઅલ કેસને લઈ ચર્ચાનો વિષય બન્યો હતો. હોસ્પિટલમાં વૃદ્ધના કૃત્યની જાણ થયા બાદ ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો