પોલીસની સરાહનીય કામગીરી:સુરતમાં હોસ્પિટલથી રિક્ષામાં ઘરે જતા ડોક્ટરે 1.63 લાખ રૂપિયા ભરેલું પર્સ ગુમાવ્યું, પોલીસે CCTVના આધારે શોધી આપ્યું

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ સ્ટેશન બોલાવીને પર્સ પરત કરવામાં આવ્યું. - Divya Bhaskar
પોલીસ સ્ટેશન બોલાવીને પર્સ પરત કરવામાં આવ્યું.

સુરતમાં હોસ્પિટલથી રિક્ષામાં બેસીને ઘરે જતા ડોક્ટરે 1.63 લાખ ભરેલું પર્સ ગુમાવ્યું હતું. આ અંગે ડોક્ટર રાજીવ પ્રધાને ઉમરા પોલીસમાં જાણ કરી હતી. જેથી ઉમરા પોલીસે સીસીટીવી સર્વેલન્સના આધારે તપાસ કરતા ડોક્ટરનું ગુમ થયેલું પર્સ પરત કરાવ્યું હતું. જેથી તબીબ સહિતના એ પોલીસની સહાનીએ કામગીરીને વધાવી લીધી હતી

પોલીસે તાત્કાલિક શોધખોળ હાથ ધરી
ઉમરા વિસ્તારમાં આવેલી મેટાશ એન્ડવન્ટીસ હો.(મીશન હોસ્પિટલ) ના ડોક્ટર રાજીવ પ્રધાન (રહે એ/2/1002 વાસ્તુલક્ઝરીયા વી.આર. મોલની પાસે સુરત શહેર) રિક્ષામાં બેસી પોતાના ઘરે ગયેલ અને રિક્ષામાંથી નીચે ઉતરતી વખતે તેઓનું રોકડા રૂપિયા 1.63 લાખ ભરેલ પર્સ રિક્ષામાં ભુલી જવાથી ગુમ થયું હતું. જે બાબતે પોલીસ સ્ટેશન આવી પો.ઇન્સ. એ.એચ.રાજપુતને મળી તેઓનું રૂપિયા ભરેલ પર્સ ગુમ થવા અંગેની રજૂઆત કરી હતી. જેથી પોલીસ ઇન્સપેક્ટર એ.એચ.રાજપુતે અંગત રસ લઇ ડોક્ટરનું પર્સ CCTV કેમેરાના આધારે તાત્કાલીક શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

પર્સ પરત અપાવાયું
પોલીસની ટીમે બનાવવાળી જગ્યાની આજુબાજુના CCTV કેમેરા તથા સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ અલગ-અલગ સોસાયટીના CCTV કેમેરા ચેક કરી રિક્ષા નંબર મેળવી રિક્ષામાલિકની માહિતી મેળવી હતી. કામરેજ ખોલવડ ગામ જઇ તપાસ કરતા રિક્ષા ઘણાં સમય પહેલાં લાભ ઓટો ફાઇનાન્સ દ્વારા બીજાને વેચાણ કરેલની માહિતી મેળવી આખરે જેને રિક્ષા ખરીદ કરેલ છે તે રિક્ષા ડ્રાઇવર અંગેની સચોટ માહિતી મેળવી હતી. રિક્ષા ચાલકના ઘરે જઇ તપાસ કરી ડોક્ટરનું રોકડા રૂપિયા 1.63 લાખ ભરેલ પર્સ જે ગુમ થયેલ હતું તે શોધી ડોક્ટરને પરત આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...