તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Do The Police Think Of Corona? With This Question, Four Brothers And Sisters Reached The Police Station With 14 Thousand Collected In A Piggy Bank

સુરત:પોલીસને કોરોના લાગે? આ સવાલ સાથે ચાર ભાઈ બહેનોએ પીગીબેન્કમાં ભેગા કરેલા 14 હજાર લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા

સુરત5 મહિનો પહેલા
ચાર બાળકોએ પીગીબેન્કના રૂપિયા પોલીસને આપીને કોરોના વિરૂધ્ધની લડાઈમાં પોતાનો ફાળો આપ્યો હતો.
  • ચાર બાળકોએ પોલીસ સ્ટેશને 14 હજાર આપ્યા
  • લાલગેટ પોલીસ મથકના કર્મીઓએ બાળકોને બિરદાવ્યા

હાલ કોરોનાએ લોકોને ભલે એક મેકથી જુદા કરી દીધા છે. પરંતુ આપણે ત્યાં માનવતાની કુંપળો દરેક હ્રદયમાં સતત ફૂટતી રહેતી હોય તેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતના લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં રહેતા બાળકોએ તેમના પિતાને સવાલ કર્યો કે આપણને આટલા દિવસથી ઘરમાં પુરી દેનાર પોલીસને શું કોરોના ન લાગે..બાદમાં પિતા તરફથી મળેલા જવાબ-સમજણથી બાળકોએ પોતાની જમા કરેલી પૂંજીની મદદ કરવા માટે લાલગેટ પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને પીઆઈના ટેબલ પર પીગીબેન્કમાંથી સિક્કા અને નોટ કાઢીને 13,700 રૂપિયા પોલીસની મદદ માટે આપી દીધા હતાં.

બાઠહઠ સાથે બાળકો પોલીસ સ્ટેશન પહોંચ્યા

લાલગેટ પોલીસ મથકમાં વિસ્તારમાં રહેતા કાપડીયા પરિવારના ચાર માસૂમ બાળકોએ સતત ઘરમાં પુરાયેલા રહીને રસ્તા પર લોકડાઉનનું પાલન કરાવતા પોલીસના જવાનોને જોયાં હતાં. જેથી પોલીસની મદદ કરવા માટેની જીદ પકડી હતી. ટેક્સટાઈલના વ્યવસાય અને ઓલ ઈન્ડિયા મેમણ જમાતના વાઈસ પ્રેસિડન્ટ ઈલ્યાસભાઈ કાપડીયાએ જણાવ્યું હતું કે,તેમના બે પુત્રોના ચાર બાળકો છે. તેઓ બાળહઠ લઈને બેઠા હતા કે અમારે અમારી પીગીબેન્ક પોલીસને આપવી છે.

પોલીસ અને જરૂરીયાતમંદને મદદ કરવા બાળકો આગળ આવ્યા

બાળકો કોરોનાના સમાચાર જોઈને તેની ભયાનકતાથી ઘરમાં જ રહે છે. ઘરમાં મેમણ જમાત દ્વારા ચાલતી સેવાની પ્રવૃતિનું સંચાલન થતું હોવાથી બાળકો પણ આ જોતા અને તેમને પોલીસની અને જરૂરીયતામંદ લોકોની મદદ કરવાનું મન થયું હતું. બાળકોએ પોલીસને મળીને મદદ કરવાની જીદ કરતાં હતાં. લાલગેટ વિસ્તારમાં કર્ફ્યુ હોવાથી પોલીસ સ્ટેશને ફોન કરીને એપોઈન્ટમેન્ટ લીધી હતી. પોલીસે સમય આપતાં જ બાળકોને લઈ જવામાં આવ્યાં હતાં.

પોલીસે બાળકોને બિરદાવ્યાં

ચાર બાળકોમાં 11 વર્ષનો ઈબ્રાહિમ, 9 વર્ષની લુકેના, 7 વર્ષિય લબીબા અને 5 વર્ષનો અમ્મારને લાલગેટ પોલીસ મથકે લઈ જવાયા હતાં. બાળકોએ પોલીસ સ્ટેશન જઈને પીઆઈ એ.જી.રાઠોની ચેમ્બરમાં જઈને આભાર માન્યો પોલીસનો અને સાથે લાવેલી પીગીબેન્કમાંથી નોટ અને સિક્કા કાઢીને 13,700 રૂપિયા પોલીસને મદદ માટે આપી દીધા હતાં. પોલીસ ઈન્સ્પેક્ટર રાઠોડ બાળકોની આ ભાવના જોઈને ભાવવિભોર થયાં હતાં. લાલગેટ વિસ્તાર કર્ફ્યુગ્રસ્ત છે તેમ છતાં બાળકોનની ભાવના જોઈને પોલીસ મથકના સ્ટાફે તેમને બિરદાવ્યાં હતાં.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો