કોટ વિસ્તારમાં રાજમાર્ગને અડીને આવેલા ચોકબજાર પાસે મેટ્રો રેલના અન્ડર ગ્રાઉન્ડ રૂટની નિર્માણ કામગીરી ગત એક વર્ષ ઉપરાંતથી ચાલી રહી છે ત્યારે નાનપુરા સુધીના માર્ગો પર કરાયેલા બેરિકેડિંગના લીધે વાહન વ્યવહાર માટે રસ્તા બંધ કરાયા છે. જ્યારે તેના વૈકલ્પિક રસ્તા તરીકે કમાલ ગલી અને સાગર હોટલથી ઝીંગા સર્કલને જોડતાં રોડનો ઉપયોગ થઇ રહ્યો છે.
જોકે આ માર્ગ પર ભરાતા શનિવારી હાટ બજાર તથા ખાણી-પીણીના લારી ગલ્લાના લીધે વાહન ચાલકોને હેરાન થવું પડી રહ્યું છે. તેવામાં આગામી બે અઠવાડિયા પછી શરૂ થઇ રહેલા રમજાન નિમિત્તે અહિ ભરાતા બજારોના લીધે ટ્રાફિક જામની સમસ્યા વધુ વકરે તેવી ભીતિએ સ્થાનીક કોર્પોરેટરે આ માર્ગ પર સ્ટોલ લગાવી ભરાતા બજારોને પરવાનગી ન આપવા સ્ટેન્ડિંગ કમિટી તથા પાલિકા કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી.
કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે જણાવ્યું કે, આ વર્ષે મેટ્રો નિર્માણ હોવાથી ચોકબજારથી નાનપુરાને જોડતાં મુખ્ય માર્ગો પર બેરિકેડિંગથી રસ્તા બંધ કરાયા છે. આ સ્થિતિમાં સાગર હોટલથી ઝીંગા સર્કલને જોડતો માર્ગ વૈકલ્પિક માર્ગ પર ખાણી-પીણીના સ્ટોલ લગાડવા માટે મંજૂરી ન આપવામાં માંગ કરી હતી. તેમણે કહ્યું કે, જાહેર રોડ પર સ્ટોલ લગાવી ભરાતા ખાણી-પીણીના બજારોના લીધે આડેધડ પાર્કિંગ થાય છે તેવામાં સાંકડા રસ્તા પર ટ્રાફિક જામ અને તે ઘર્ષણની સ્થિતિ જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.