તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શૈક્ષણિક:કોલેજોમાં 1થી 13 નવેમ્બર દિવાળી વેકેશન,પરીક્ષા બાદ 1 ડિસેમ્બરથી નવું સત્ર શરૂ થશે

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલેજના શૈક્ષણિક સત્રનું કેલેન્ડર એકેડેમિક કાઉન્સિલમાં મુકાયું
  • યુનિ. વર્ષમાં બે વખત પ્રવેશ પ્રક્રિયા કરવાની તૈયારીમાં, 12મીએ નિર્ણય

શિક્ષણ વિભાગનું એકેડેમિક કેલેન્ડર એકેડેમિક કાઉન્સિલની મિટિંગમાં મુકાયું છે. તે પ્રમાણે કોલેજોમાં 1 થી13 નવેમ્બર દિવાળી વેકેશન રહેશે, ત્યાર બાદ પરીક્ષા યોજાશે. 1 ડિસેમ્બરથી નવું સત્ર શરૂ થશે.15 જુનથી નવા શૈક્ષણિક વર્ષ 2022-23નો પ્રારંભ થશે. જો કે એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કેલેન્ડરના અમલ પર ચર્ચા કરાશે. બીજી તરફ યુનિવર્સિટીમાં જુલાઇ અને જાન્યુઆરી એમ બે મહિના પ્રવેશ પ્રક્રિયા દાખલ કરવાની તૈયારી કરાઇ રહી છે. તેનો 12મી જુને એકેડેમિક કાઉન્સિલમાં નિર્ણય લેવાશે.

એટીકેટી કે નાપાસ વિદ્યાર્થીઓ હવે બીજા સેમેસ્ટરથી કોલેજ બદલી શકશે
સિન્ડિકેટે કોલેજોની બદલીના નવા નિયમને મંજૂરી આપી છે. હવે યુનિવર્સિટીમાં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓને એટીકેટી હોય કે નાપાસ થયા હોય તો પણ બીજા સેમેસ્ટરથી કોલેજ બદલી શકે છે. જો કે નવું સેમેસ્ટર શરૂ થાય તેના બે મહિના પહેલા યુનિવર્સિટીની વેબસાઇટ પર જઇને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. આ સાથે સિન્ડિકેટે ખાનગી કોલેજોને સ્પોર્ટ્સ ક્વોટાની સીટ આપવાનો નિર્ણય કર્યો છે.

જે મુજબ એક ડિવિઝનમાં ચાર સીટ અપાશે. આ સાથે બેઠકમાં રજિસ્ટ્રારની નિમણૂંકની કાર્યવાહીમાં વિષય નિષ્ણાંતોની નિમણૂંકની સત્તા વીસીને આપવી, એમફીલ-પીએચડીની થિસિસ મૂલ્યાંકન, અહેવાલ જેવું કામ ઓનલાઇન અને ઓફલાઇન કરવા, ખાનગી કોલેજ એસો.ની 12% ટ્યુશન ફી કાપનો વિડ્રો જેવા નિર્ણય લેવાયા હતાં. બીજા-ચોથા શનિવારે પ્રોફેસરોને રજા ના આપતા સિન્ડિકેટ સભ્ય રાકેશ દેસાઇએ વોકઆઉટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...