તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં રામોત્સવ:શ્રાવણમાં દિવાળી જેવો માહોલ, ઘર-મંદિરો, બજારોમાં દીવડા પ્રગટ્યા, ફટાકડા ફોડી ઉજવણી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનગઢ ચોકમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. - Divya Bhaskar
માનગઢ ચોકમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
  • काम, क्रोध, मद, लोभ, सब, नाथ नरक के पंथ। सब परिहरि रघुबीरहि, भजहुँ भजहिं जेहि संत।
  • અર્થાત્... કામ, ક્રોધ, અહંકાર, લોભ વગેરે નરકના રસ્તે લઇ જનારા છે. સાધુઓ જે રીતે બધું જ ત્યજીને ભગવાનનું નામ જપે છે તેમ તમે પણ રામના થઇ જાવ.

અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન સંપન્ન થયું હતું. આ અવસરે સમગ્ર દેશની સાથે-સાથે સુરત પણ રામમય થઈ ગયું હતું. સુરતની ટેક્સટાઈલ માર્કેટથી લઈને, ડાયમંડ માર્કેટ, વેપારીઓથી લઈને સામાન્ય લોકો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ અને મંદિરોમાં ધ્વજ પતાકાઓ લહેરાવી, ફટાકડો ફોડી તેમજ મિઠાઈ વહેંચીને એકબીજાને આ પાવન અવસરની શુભેચ્છા આપી હતી. વિવિધ સંસ્થાઓના આહ્વાન પર વિવિધ સોસાયટીઓના પ્રમુખોએ ઘરોમાં દીપ પ્રગટાવવાની સાથે પૂજા-પાઠ, ભજન કીર્તન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

મંદિરોમાં પૂજા-પાઠ : શહેરના મોટાભાગના મંદિરોમાં પૂજાપાઠ કરાયા હતા. માસ્ક પહેરીને રામભક્તોએ દીવા કરી રોશની કરી હતી.
મંદિરોમાં પૂજા-પાઠ : શહેરના મોટાભાગના મંદિરોમાં પૂજાપાઠ કરાયા હતા. માસ્ક પહેરીને રામભક્તોએ દીવા કરી રોશની કરી હતી.
રસ્તા પર દીવડાની રંગોળી : શહેરમાં રાત્રિના સમયે લોકોએ જાહેર રસ્તા પર દીવડાથી રંગોળી કરી રોશની કરી હતી.
રસ્તા પર દીવડાની રંગોળી : શહેરમાં રાત્રિના સમયે લોકોએ જાહેર રસ્તા પર દીવડાથી રંગોળી કરી રોશની કરી હતી.
અન્ય સમાચારો પણ છે...